NIFTY 10,160.75 +64.35  |  SENSEX 32,405.80 +223.58  |  USD 64.9150 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઉમરેઠમાં પોલીસ કર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, આવું હતું કારણ

ઉમરેઠમાં પોલીસ કર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, આવું હતું કારણ

 | 12:13 pm IST

ઉમરેઠ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીની પત્નીએ માનસિક બિમારીથી કંટાળી ગુરુવારે સવારે પોતાના ઘરમાં રૃમમાં છતના પંખા સાથે કાપડ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરેઠ શહેરમાં પોલીસ લાઈનમાં રહેતા રવિન્દ્રભાઈ શનાભાઈ મકવાણા ઉમરેઠ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે.દરમ્યાન તેમની પત્ની હંસાબેન ઉ.વ.૫૦ને એકાદ વર્ષ અગાઉ કોથળીનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓની તબિયત સારી રહેતી ન હતી અન તેઓની દવા પણ ચાલુ હતી.જેથી તેઓ આ બિમારીથી કંટાળી ગયા હતા.

જેને લઈને ગુરુવારે સવારે હંસાબેને પોતાના ઘરની રૃમમાં છતના પંખા ઉપર કાપડ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જેની રવિન્દ્રભાઈને થતા તેઓ ચોંકી ઉઠયા હતા અને બુમાબુમ કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.આ બનાવ અંગે રવિન્દ્રભાઈએ ઉમરેઠ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હંસાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ કર્મીની પત્નીએ બિમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.