Polices Checking in Kites Market at Rajkot in Gujarat
  • Home
  • Gujarat
  • મકરસંક્રાતિ પહેલા ચાઈનીઝ દોરા અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ

મકરસંક્રાતિ પહેલા ચાઈનીઝ દોરા અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ

 | 3:52 pm IST

મકરસંક્રાંતિને હવે બે દિવસની વાર છે. ત્યારે રાજકોટ પોલીસે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે. ગાંધીગ્રામ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારની પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધર્યુંએ છે.

જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે.પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરી છે.

જેમાં ચાઈનીઝ દોરીની 16 ફીરકી અને 115 ચાઈનીઝ તુક્કલ મળી કુલ રૂપિયા 71000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ જીપી એક્ટની કલમ 131 અને 117 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.