NIFTY 9,454.05 +26.15  |  SENSEX 30,606.06 +141.14  |  USD 64.5700 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નીતિ, નીયત અને નિર્ણયો એ ન્યૂ ઇન્ડિયાનો પાયો છે : મોદી

નીતિ, નીયત અને નિર્ણયો એ ન્યૂ ઇન્ડિયાનો પાયો છે : મોદી

 | 2:45 am IST

મુંબઈ :

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઇન્ડિયા ટુ-ડે કોન્કલેવમાં વિચારણીય ભાષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ન્યૂ ઇન્ડિયા એ આપણાં સૌનું સપનું છે અને નીતિ, નીયત તેમજ નિર્ણયો એ ન્યૂ ઇન્ડિયાનો પાયો છે. છેલ્લા અનેક દાયકાથી આપણે ખોટી નીતિઓ સાથે ખોટી દિશામાં ચાલતા રહ્યા. લોકોને એવું લાગ્યું કે સરકાર જે કંઈ કરે છે તે બરાબર કરે છે. હવે ઘણા દાયકા પછી આ ભૂલો સામે આવી છે. અમે તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ભૂલોને સુધારી રહ્યા છીએ. લોકોએ આવી ભૂલોને જ રિફોર્મ્સ માની લીધા છે.  દરેક દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનું  તેમણે જણાવ્યું હતું.

સરકારની યોજનાઓ રાજકીય એજન્ડાવાળી હતી

મોદીએ કહ્યું કે અત્યાર સુધી દેશમાં મિશ્ર સરકારો હતી, તેથી તેમની વિચારસરણી પણ તેવી જ હતી. રાજકીય એજન્ડા મુજબ યોજનાઓ ઘડાતી હતી, હવે સમય બદલાયો છે. ૨૦ વર્ષમાં ટેક્નોલોજીમાં ધરખમ ફેરફારો આવ્યા છે.

1