પોલિશ્ડ ડાયમંડ પર કેટલી ડયૂટી લાગશે ? ૫ કે ૫.૫ ટકા ? - Sandesh
NIFTY 10,994.05 -24.85  |  SENSEX 36,515.06 +-26.57  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS

પોલિશ્ડ ડાયમંડ પર કેટલી ડયૂટી લાગશે ? ૫ કે ૫.૫ ટકા ?

 | 1:09 am IST

બિઝનેસ ટ્રેન્ડઃ રિદ્ધીશ સુખડિયા

કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડયૂટીમાં વધારો કરાયો છે. રફ ડાયમંડ સિવાયના તમામ પ્રકારના ડાયમંડસની આયાત પર કસ્ટમ ડયૂટી વધારવામાં આવી છે. અગાઉની ૨.૫ ટકાની કસ્ટમ ડયૂટી વધારીને ૫ ટકા કરી દેવાઇ છે. જો કે, ડયૂટીને લઇ સ્પષ્ટતાના અભાવે ગૂંચવાડાની સ્થિતિ બની છે.

નાણામંત્રી અરુણ જેટલીએ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને પ્રોત્સાહન આપવાના આશય સાથે આયાતી ચીજ વસ્તુઓ પરની કસ્ટમ ડયૂટી વધારી છે. જેમા જેમ- જવેલરી સેક્ટરની વાત કરીએ તો, ચેપ્ટર ૭૧ હેઠળ આયાતી પોલિશ્ડ કલર્ડ જેમ સ્ટોન પરની કસ્ટમ ડયૂટી ૨.૫ ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવી છે. આ જ પ્રકારે પોલિશ્ડ ડાયમંડસ, સેમી પ્રોેસેસ્ડ ડાયમંડસ, હાફ કટ, બ્રોકન ડાયમંડસ પરની કસ્ટમ ડયૂટી પણ ૨.૫ ટકાથી વધારીને પાંચ ટકા કરાઇ છે. જ્યારે ૭૧૧૭ હેડ હેઠળ આવતી ઇમિટેશન જવેલરી પરની કસ્ટમ ડયૂટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. જો કે, આ ડયૂટી વધારા સાથે તમામ પ્રકારની ઇમ્પોર્ટ ડયૂટી પર ૧૦ ટકા સરચાર્જ લાગુ પડાયો છે. આ સંજોગોમાં પોલિશ્ડ ડાયમંડ- જેમસ્ટોનની આયાત પર વધારીને કરાયેલી પાંચ ટકા ઇમ્પોર્ટ ડયૂટી પર સરચાર્જ લાગુ પડશે કે કેમ? તેને લઇને અવઢવની સ્થિતિ બની છે. નિષ્ણાંતોનુ માનવુ છે કે, થયેલી જાહેરાત પ્રમાણે તમામ પ્રકારની ઇમ્પોર્ટ ડયૂટી પર ૧૦ ટકા સરચાર્જ લાગુ પડે છે. જો કે, તે અંગે હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડયુ નથી. પોલિશ્ડ ડાયમંડના કિસ્સામાં જાહેરાતને કેન્દ્રમાં રાખીએ તો પાંચ ટકા ઉપરાંત તેના પર ૧૦ ટકા સરચાર્જ એટલે કે કુલ ૫.૫ ટકા ડયૂટી થવા જાય છે. હાલમાં તો નોટિફિકેશન બહાર પડયુ નથી. તંત્ર દ્વારા કઇ પ્રોડકટની આયાતમાં સરચાર્જમાથી મુક્તિ આપવામાં આવે છે, તે અંગેની સ્પષ્ટતા બાદ ચિત્ર ક્લિયર થઇ શકશે. હાલમાં તો, ૨.૫ ટકાની પાંચ ટકા કરાયેલી ડયૂટી ગણતરીમાં લઇ વ્યવહારો થઇ રહ્યા છે. વિશ્વભરમાં ભારત પોલિશ્ડ ડાયમંડનુ મુખ્ય બજાર છે. જ્યાં તૈયાર થતા ડાયમંડસ પૈકી ૯૦ ટકા ડાયમંડની નિકાસ થાય છે. આ સંજોગોમાં પોલિશ્ડ ડાયમંડની આયાતનુ પ્રમાણ ખૂબ ઓછુ છે. જો કે, બજેટમાં કસ્ટમ ડયૂટીમાં કરવામાં આવેલા વધારાને લઇ ઇન્ડસ્ટ્રીમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણાંને મત કસ્ટમ ડયૂટી ડબલ કરાતા ઇન્ડસ્ટ્રીને અસર થશે. આ પગલાથી ઘણાં કિસ્સામાં પોલિશ્ડ ડાયમંડની આયાત કરનારાઓની પડતરકિંમત ઊંચી જશે. તાત્કાલિક અસરથી લાગુ પડાયેલી ડયૂટીના કારણે આયાત હેઠળ છોડાવવાના પેન્ડિંગ પાર્સલ પર પણ નવી ઊંચી ડયૂટીનુ ભારણ ઔઆવી ગયુ છે.