Political Connection In Lokrakshak Paper Leak, These Are The Masterminds
  • Home
  • Featured
  • લોકરક્ષકનાં પેપર લીકમાં રાજકીય કનેક્શન આવ્યું સામે, જાણો કોણ છે માસ્ટર માઇન્ડ

લોકરક્ષકનાં પેપર લીકમાં રાજકીય કનેક્શન આવ્યું સામે, જાણો કોણ છે માસ્ટર માઇન્ડ

 | 10:11 am IST

ગઈકાલે રવિવારનાં રોજ લેવામાં આવનારી લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મામલે તપાસની ધમધમાટ શરૂ થઈ હતી. હવે આ ઘટનાનાં આરોપીઓની ધરપકડ થઈ છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વડોદરાનાં યશપાલ સોલંકી, મનહર પટેલ, પીએસઆઈ પી.વી. પટેલ, ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે.

મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચુંટાયેલો તાલુકા સભ્ય

આ ઘટનામાં 3 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પાંચ પરીક્ષાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી યશપાલ સોલંકી મ્યુનિ. કૉર્પોરેશનમાં કૉન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે અને તે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તો રૂપલ શર્મા ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલની રેક્ટર છે અને તેણે અન્ય ઉમેદવારો માટે પેપરનો સોદો કર્યો હતો. પીએસઆઈ પી.વી. પટેલ ગાંધીનગરમાં વાયરલેશ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તો મનહર પટેલ યશપાલ સિંહ સોલંકી તરફથી પેપર વેચવામાં મદદ કરતો હતો. આ પહેલા ટેટ-2નાં પેપર લીકમાં પણ મનહર પટેલ સામેલ હોવાનાં આરોપ છે. તો બનાસકાંઠાનાં એદ્રાણાનો મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચુંટાયેલો તાલુકા સભ્ય છે. જો કે આ ઘટનામાં નામ આવ્યા બાદ મુકેશ ચૌધરીને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું છે.

મનહર પટેલને યશપાલ સિંહ સોલંકીએ આન્સર કી આપી હતી

મનહર પટેલને યશપાલ સિંહ સોલંકીએ આન્સર કી આપી હતી. યશપાલ સિંહ સોલંકી 1 ડિસેમ્બરનાં રોજ દિલ્લીથી વડોદરા પરત ફર્યો હતો. પેપર લીક દિલ્લીથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આરોપી મનહર પટેલનાં ઉચ્ચ અધિકારીઓ સાથે કનેક્શન છે.