Political war in Rajasthan, CM Ashok Gehlot give react on Congress MLAs
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત, બળવાખોર ધારાસભ્યોને CM ગેહલોતનો ખાસ સંદેશ

રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત, બળવાખોર ધારાસભ્યોને CM ગેહલોતનો ખાસ સંદેશ

 | 5:53 pm IST

રાજસ્થાનમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત હવે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર નરમ વલણ અપનાવતા નજરે આવી રહ્યા છે. કારણ કે તાજેતરમાં જાહેર કરેલ એક નિવદેનમાં તેમણે કહ્યું કે જે લોકો સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જો તેઓ હાઈકમાન પાસે જાય અને હાઇકમાન તેમને માફ કરે તો તેઓ પણ એ લોકોને ફરી ગળે લગાવી લેશે.

પાર્ટીએ મને ઘણું આપ્યું છે: ગેહલોત

મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાન સીએમ ગેહલોતે કહ્યું કે,‘પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યો, પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ રહ્યો. હું જે પણ કરી રહ્યો છું પાર્ટી અને જનતાની સેવા માટે કરી રહ્યો છું. આમાં મારું પોતાનું કંઇ પણ નથી.’ આ સાથે બીજેપી પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે,‘બીજેપી જનતા દ્વારા ચૂટેલી સરકારને પાડવાની કોશિશ કરી રહી છે અને લોકતંત્ર બચાવવા માટે અમારે આ બધુ કરવું પડી રહ્યું છે. આ બધુ કરતા અમને પણ સારું નથી લાગી રહ્યું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખશે પત્ર:

વધુમાં ગેહલોતે કહ્યું કે,‘દેશના લોકોએ વડાપ્રધાને બે વખત તક આપી. તેમણે લોકોને થાળીઓ અને તાળીઓ પાડવા કહ્યું, બેલ વગાળવા અને મીણબત્તીઓ સળગાવવા કહ્યું. લોકોએ તેમની વાત પર વિશ્વાસ કર્યો. આ ખૂબ જ મોટી વાત છે. તેથી રાજસ્થાનમાં જે પણ તમાશો ચાલી રહ્યો વડાપ્રધાને તેણે બંધ કરાવવો જોઈએ. અહીં ધારાસભ્યોની ખરીદી અને વેચાણ સતત વધી રહ્યું છે. આ શું તમાશો છે?’ આ સિવાય ગેહલોતે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે અને કોરોનાની ગંભીર સ્થિતિ અંગે દેશના અન્ય મુખ્યમંત્રીઓ સાથે વધુ એક વીડિયો કોન્ફ્રેન્સિંગ કરવા ભલામણ કરશે.

દેશમાં ડેમોક્રેસી ખતરામાં:

આ સિવાય ગેહલોતે કહ્યું કે ચૂટાયેલી સરકાર આવી રીતે પડશે તો પછી દેશમાં ડેમોક્રેસી કેવી રીતે સુરક્ષિત રહેશે? આખા દેશમાં ડેમોક્રેસી બચાવવા અંગે અભિયાન ચાલી રહ્યું છે. લોકશાહી સુરક્ષિત રહેવી જોઈએ. પાર્ટીઓ તો આવશે અને જશે. સરકાર બનશે અને જશે. પરંતુ લોકશાહી નહીં રહે તો દેશની શું સ્થિતિ થશે? ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના જેવું થઈ ગયું છે પરંતુ રાજસ્થાનમાં સિયાસી સંકટ હાલ પણ યથાવત છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને સપોર્ટ કરનાર દરેક કોંગ્રેસ ધારાસભ્યને જેસલમેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: 5મી ઓગસ્ટે ભૂમિપૂજનમાં 175 અતિથિઓને કરાયા છે આમંત્રિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન