Video : મગફળી આગમાં રાજકારણ ગરમાયું, જુઓ કોણે ફોડ્યો કોના પર દોષનો ટોપલો - Sandesh
  • Home
  • Videos
  • Video : મગફળી આગમાં રાજકારણ ગરમાયું, જુઓ કોણે ફોડ્યો કોના પર દોષનો ટોપલો

Video : મગફળી આગમાં રાજકારણ ગરમાયું, જુઓ કોણે ફોડ્યો કોના પર દોષનો ટોપલો

 | 4:38 pm IST

કોઈ પણ ખેડૂતને એક પાક મેળવવા માટે ત્રણથી ચાર મહિનાની આકરી મહેનત કરવી પડે છે, ત્યારે જઈને ખેતરમાં ધાન્ય પાકે છે. દેવાના બોજ તળે સતત દબાઈ રહેલો ખેડૂત હવે રાજકારણનું પણ માધ્યમ બની રહ્યો છે. હાલ ગુજરાતમાં મગફળી પર જોરદાર રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેમાં મગફળીના ગોડાઉન પર લાગેલી આગમાં દોષનો ટોપલો સરકાર, નાફેડ તથા વેરહાઉસના સંચાલકો એકબીજા પર ઢોળી રહ્યાં છે. રાજકરણની આ ગંદી રમતમાં ન જાણે કેટલાક ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. નાફેડ દોષનો ટોપલો સરકાર પર, તો બીજી તરફ સરકાર નાફેડ પર આરોપ લગાવી રહ્યુ છે. તો જે ગોડાઉનમાં મગફળી રાખવામાં આવી હતી, તે ગોડાઉન કોઈ પણ સુવિધા કે સિક્યોરિટી વગર રાખવામાં આવ્યા હતા. એક પછી એક વિવિધ ગોડાઉનમાં ટપોટપ લાગેલી આગમાં ખેડૂતોના ઘર બળી રહ્યા છે, અને રાજકારણીઓ પોતાનો રોટલો શેકી રહ્યાં છે.