Polling Officer Yogeshwari Gohite Omkar Photos Goes Viral on Internet
  • Home
  • Featured
  • પીળી સાડી બાદ હવે વાદળી ડ્રેસ વાળી મહિલા પોલિંગ અધિકારીની તસવીરોએ માચાવી સનસની

પીળી સાડી બાદ હવે વાદળી ડ્રેસ વાળી મહિલા પોલિંગ અધિકારીની તસવીરોએ માચાવી સનસની

 | 6:23 pm IST

હાલ દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપોનો મારો ચલાવી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન થોડા દિવસ પહેલા પીળી સાડીમાં એક મહિલા ચૂંટણી અધિકારી તેમની સુંદરતાના કારણે જબરદસ્ત ચર્ચામાં આવ્યા હતા. આ મહિલાનું નામ રીના દ્વિવેદી હતું અને તેઓ લખનૌના રહેવાસી હતા. જ્યારે હવે 6ઠ્ઠા તબક્કામાં પણ ભોપાલમાં થયેલ ચૂંટણી દરમિયાન વાદળી ડ્રેસમાં એક ખૂબસૂરત મહિલા પોલિંગ ઓફિસરની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

આ મહિલા અધિકારીની તસવીર મધ્યપ્રદેશ સાથે સંપૂર્ણ દેશમાં ઝડપથી વાયરલ થઈ છે. આ તસવીરમાં મહિલા અધિકારીએ વાદળી રંગની ડ્રેસ પહેરી છે અને આંખ પર સનગ્લાસ પહેર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પોલિંગ અધિકારીનું નામ યોગેશ્વરી ગોહિતે ઓંકાર છે. તેઓ મધ્યપ્રદેશના બૈતૂલની રહેવાસી છે. હાલ તેઓ ભોપાલમાં રહે છે અને કેનેરા બેંકમાં કુંજન નગર બ્રાન્ચમાં પ્રોવિઝનરી ઓફિસર તરીકે કામ કરે છે. યોગેશ્વરી ગોહિતેના પરિવારમાં તેમનો દિકરો રોમિલ, સાસું અને પતિ છે. પતિ ઇન્ડિયન આર્મીમાં મેજર છે. યોગેશ્વરી ગોહિતેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. તેમની સુંદરતા ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટ પ્રમાણે ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન બ્લૂ ડ્રેસમાં ફોટો વાયરલ થયા પછી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા વિશે વિચાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન