NIFTY 10,224.95 -96.80  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4200 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોટબંધી-જીએસટીથી ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો: સૌર ઉર્જામાં વધારો

નોટબંધી-જીએસટીથી ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો: સૌર ઉર્જામાં વધારો

 | 8:32 pm IST

નોટબંધી અને જીએસટીને લઇને દેશના દરેક વર્ગમાં વિસંગતતા જોવા મળી છે. પરંતુ, પર્યાવરણ પર તેની હકારાત્મક અસર થઇ છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા દસ વર્ષની ટકાવારીમાં આ વર્ષે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું થયું છે. જેની પાછળનું કારણ નોટબંધી અને જીએસટી છે. વર્ષ ૨૦૧૭ના ગ્લોબલ કાર્બન રિપોર્ટના આધારે ધીમે ધીમે ઇંધણ અને ઉદ્યોગોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં બે ટકાનો વધારો થવાની શક્યતા છે.

ગત વર્ષે ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં ૬.૭ ટકાનો વધારો થયો હતો. આ વર્ષે તેમાં બે ટકા જેટલો નજીવો વધારો થઇ શકે છે. વિશ્વમાં ચીનમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે ત્યાર બાદ બીજા નંબરે અમેરિકા, ત્રીજા નંબરે યુરોપ અને ત્યાર બાદ ભારતનું નામ આવે છે. મોટા ભાગે ગ્રીનહાઉસના ગેસમાં દર વર્ષે ૬ ટકાનો વધારો થતો હોય છે. સોલર એનર્જી સેટઅપમાં વધારો થવાના લીધે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં બ્રેક લાગી હતી. વર્ષ ૨૦૧૬માં સૌર ઊર્જાની ક્ષમતા ૧૨ ગીગાવોટ્સ થઇ હતી. પરંતુ આ વર્ષે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા ઘટવા પાછળ ઘણા કારણો છે. જેમાં આયાતમાં થયેલો ઘટાડો, જીડીપીને મળેલી પછડાટ, કૃષિ ઉત્પાદકતામાં ઘટેલી ટકાવારી, ગ્રાહકોની ઘટતી માગ અને નોટબંધીનો સમાવશ થાય છે.

જ્યારે વર્ષ ૨૦૧૭ના જુલાઇ મહિનામાં જીએસટી લાગુ થતા ઉદ્યોગોને ફટકો પડયો હતો. પરંતુ ગોકળગાયની ગતિએ આવતી ઉદ્યોગ સ્થિરતા અને ઉત્પાદકમાં મંદ ગતિએ થતાં વધારાથી આવતા વર્ષે ગ્રીનહાઉસ ગેસમાં વધારો થવાની ભીતિ છે. કુલ ૫ ટકાનો વધારો થવાની સંભાવના છે.

બોક્સ….ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં અન્ય દેશની સ્થિતિ

એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં ભારતની ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની ટકાવારીમાં ૫ ટકાનો વધારો થવાની સંભાવના છે. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા અને ઇંધણના વપરાશનો સમાવેશ થાય છે. આ બંનેના ઉપયોગથી ઉત્સર્જન ૨.૫ ગીગાટન છે. જ્યારે ચીનમાં ૧૦.૫ ગીગાટન, અમેરિકામાં ૫.૩ ગીગાટન, યુરોપિયન યુનિયનમાં ૩.૫ ગીગાટન ઉત્સર્જન થાય છે.