ભારત અને ચીનના આકાશમાં પ્રદૂષણના થર જોઈ ચોંકી જવાય - Sandesh
  • Home
  • World
  • ભારત અને ચીનના આકાશમાં પ્રદૂષણના થર જોઈ ચોંકી જવાય

ભારત અને ચીનના આકાશમાં પ્રદૂષણના થર જોઈ ચોંકી જવાય

 | 5:35 pm IST

અમેરિકાના અંતરીક્ષયાત્રી સ્કોટ કેલીના જણાવ્યા અનુસાર ભારત અને ચીન ઉપર આકાશમાં પર્યાવરણના જાડા થર દેખાય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં એક વરસ પસાર કરી આ વર્ષે જ પાછા ફર્યા છે. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મળ્યા પછી તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

કેલીએ જણાવ્યું હતું કે ચીન અને ભારત જેવા સ્થળોએ દરેક સમયે પ્રદૂષણ ચિંતાજનક છે. સ્પેસમાં હતો ત્યારે ઉનાળામાં ચીનનો પૂર્વનો ભાગ એક દિવસે સંપૂર્ણપણે સ્પષ્ટ જોયો હતો. હું જેટલા દિવસ રહ્યો મે ક્યારેક આવું જોયું નથી. ચીનના આ ભાગમાં મે 200થી વધારે શહેર જોયા હતાં. આ શહેરોમાં લાખો લોકો રહે છે. સાંજનો સમય હતો અને હું પ્રથમવાર આમ જોઈ રહ્યો હતો. ચીનની સરકારે કોલસાથી ચાલતાં બધા જ વીજ મથકો બંધ રાખ્યા હોવાનું સાંભળ્યું ત્યાં સુધી મને આ અંગે કાંઈ જ ખબર પડી ન હતી. નેશનલ ડે હોવાથી ચીનના આ ભાગમાં કાર ચલાવવા પર પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો. આથી આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ જોઈ શકાતું હતું.

તેમણે કહ્યું હતું કે સ્પેશમાંથી જોઈએ તો પ્રદૂષણ એકદમ પાતળું અને ભયાનક રૂપે જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન