Pooja Banerjee Danced On Tip Tip barsa Pani Song Video Viral
  • Home
  • Videos
  • આ ટીવી અભિનેત્રીએ રેડ સાડીમાં જોરદાર ડાન્સ કરીને લગાવી આગ

આ ટીવી અભિનેત્રીએ રેડ સાડીમાં જોરદાર ડાન્સ કરીને લગાવી આગ

 | 11:51 am IST

ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીને ધાર્મિક શૉ ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનાં રૉલથી ઘરે-ઘરે ઓળખ મળી. પૂજા બેનર્જી સોશિયલ મીડિયાની પસંદીદા સેલિબ્રિટીમાંથી એક છે. પૂજા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જેને અત્યાર સુધી 3 લાખથી વધારે વ્યૂઝ મળી ગયા છે. પૂજાએ રવીના ટંડનનાં હિટ નંબર ‘ટિપ-ટિપ બરસા પાની’ ગીત પર ડાન્સ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે રેડ સાડીમાં જોવા મળી રહી છે. પૂજાનું આ ડાન્સ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. પૂજા ટીવીની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે. સોશિયલ મીડિયા પર તેનો આ અવતાર ફેન્સ માટે ચોંકાવનારો છે.