love story and wedding pictures of pooja batra and nawab shah
  • Home
  • Featured
  • PHOTOS: બોલીવુડની આ ખુબસુરત અભિનેત્રીએ કર્યા ચુપચાપ લગ્ન, ખાસ છે તેમની લવસ્ટોરી

PHOTOS: બોલીવુડની આ ખુબસુરત અભિનેત્રીએ કર્યા ચુપચાપ લગ્ન, ખાસ છે તેમની લવસ્ટોરી

 | 10:11 am IST

એકટ્રેસ પૂજા બત્રા અને નવાબ શાહે ચુપચાપ ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. મીડિયામાં તેમની રિલેશનને લઈને જ્યારે ચર્ચાએ જોર પકડ્યુ ત્યારે આ કપલે જાહેર કર્યુ કે હા ભાઈ અમે કરી લીધા છે લગ્ન. પૂજા બત્રાએ વિરાસત, ભાઈ, હસીના માનજાએગી જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. નવાબે શક્તિમાન, સારથી જેવી સીરીયલોમાં અને ડોન-2, ભાગ મિલ્ખા ભાગ, દિલવાલે અને ટાઈગર જિન્દા હે જેવી ફિલ્મો કરી છે.

આ ખુબસુરત કપલે ખુબજ સાદગીથી લગ્ન કરી લીધા હતા. જેમાં પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રો સામેલ હતા. 4 જુલાઈએ નવાબ શાહે આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા હતા. પૂજા અને નવાબના સંબંધ અંગે કોઈને કાનોકાન ખબર ન હતી. નવાબે તેની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો જોતાજ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યુ હતુ. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધને કબૂલ્યો હતો.

પૂજાએ જણાવ્યુ કે તે આ સંબંધને લઈને ખુબજ ગંભીર હતી પણ કોઈ રિશ્ક લેવા નહોતી માંગતી. તેને સમય જતા અહેસાસ થવા લાગ્યો કે જેની સાથે તે આંખો બંધ કરીને વિશ્વાસથી જીવી શકે તે બીજુ કોઈ નહી નવાબ છે. ત્યારબાદ બંનેએ પરિવાર સાથે વાત કરી તેમને મનાવ્યા.

પૂજાને એરપોર્ટ પર જ નવાબ પ્રપોઝ કરવાના હતા પણ નર્વસ થવાના કારણે તે આ કરી ન શક્યા. આજે પણ એ પલને યાદ કરી પૂજાના ગાલ પર લાલીમા છવાઈ જાય છે. દિલ્હીમાં પ્રપોઝ કરી આ કપલે ચુપચાપ ખુબજ સાદગીથી લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન