43 વર્ષ પહેલા સમુદ્ર કિનારે ફોટોશૂટમાં આ મોડેલ દોડી હતી Nude, જુઓ હેરાન કરી દેતા Pics - Sandesh
NIFTY 11,005.50 -13.40  |  SENSEX 36,557.69 +16.06  |  USD 68.5400 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 43 વર્ષ પહેલા સમુદ્ર કિનારે ફોટોશૂટમાં આ મોડેલ દોડી હતી Nude, જુઓ હેરાન કરી દેતા Pics

43 વર્ષ પહેલા સમુદ્ર કિનારે ફોટોશૂટમાં આ મોડેલ દોડી હતી Nude, જુઓ હેરાન કરી દેતા Pics

 | 6:24 pm IST

પ્રોતિમા બેદી કમાલની ક્લાસિકલ ડાન્સર,ટેલેન્ટેડ મોડલ અને બોલ્ડ સ્ટેપના કારણે ઘણી ચર્ચામાં હતી. પ્રોતિમાનો જન્મ 12 ઓક્ટોબર 1949ના દિવસે દિલ્હીમાં થયો હતો. તેમના માતાપિતાએ પણ તે વખતે ઈન્ટર કાસ્ટ મેરેજ કર્યા હતાં.

શું તમે જાણો છો કે વર્ષ 1974માં અભિનેત્રી પૂજા બેદીની માતા અને કબીર બેદીની પત્ની પ્રોતિમા બેદી પણ જાહેર ન્યૂડ થઇને રોડ પર દોડી હતી. પ્રોતિમાએ તે જમાનામાં આ કામ સિનેબ્લિટ્જ મેગેઝીન માટે કર્યું હતું. વર્ષ 1974માં આ મેગેઝીન પ્રથમવાર લોન્ચ થઇ રહ્યું હતું.તે સમયે મેગેઝીનની દુનિયામાં ‘સ્ટારડસ્ટ’નું એકચક્રી શાસન હતું.

એવામાં આ મેગેઝીનનાં ચીફ રૂસ્સી કરંજીયાને આ વિચાર આવ્યો હતો.તેમણે કહ્યું કે એક એવી અભિનેત્રી શોધો જે નગ્ન થઇને દોડ લગાવી શકે અને તેને સિનેબ્લિટ્જ પર પ્રકાશિત કરો. સૌ કોઇને આ મેગેઝીનને હિટ બનાવવાનો આ વિચાર પસંદ આવ્યો પરંતુ સૌથી મોટો પડકાર તો એ હતો કે આ પ્રકારની બોલ્ડનેસ માટે કઇ અભિનેત્રી તૈયાર થશે.

સિનેબ્લિટ્જનાં એડિટર રૂસ્સીની પુત્રી રીટા મહેતાને પ્રતિમાનું નામ સુઝ્યું હતું.તેમણે પ્રતિમાને પૂછ્યું કે તે નગ્ન થઇને મુંબઇની સડક પર દોડ લગાવી શકશે? આ પ્રસ્તાવનો તેમણે તુરંત જ સ્વીકાર કરી લીધો હતો.આ કામ માટે મુંબઇનાં ફ્લોરા ફાઉન્ટેનની આસપાસનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે સડક પર લોકોની ભીડ ઓછી હશે ત્યારે પ્રોતિમા વહેલી સવારમાં ન્યૂડ થઇને દોડશે.

પ્રોતિમા સાથે આ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું પરંતુ તે આ ફોટોગ્રાફ્સથી નાખુશ હતી. જેથી તેનું ફરીવાર જુહુ બીચ પર શૂટ કરવામાં આવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટને કારણે પ્રોતિમા રાતોરાત ચર્ચામાં છવાઇ ગઇ હતી.તેની સાથે સાથે મેગેઝીનની પણ ચારેબાજુ ચર્ચાઓ થવા લાગી હતી. તે જમાનામાં આ પ્રકારનાં ફોટોશૂટ માટે કોઇને વિચાર પણ આવી શક્તો ન હતો.પરંતુ પ્રોતિમાએ આ કામ કરવામાં કોઇ ખચકાટ અનુભવ્યો ન હતો. 1998માં હિમાલયના રસ્તા પર લેન્ડ સ્લાઈડીંગના કારણે અવસાન થઇ ગયું હતું.