બોર્ડ એક્ઝામ પહેલા પૂજાપાઠ, રાજકોટમાં થઈ પૂજા - Sandesh
  • Home
  • Videos
  • બોર્ડ એક્ઝામ પહેલા પૂજાપાઠ, રાજકોટમાં થઈ પૂજા

બોર્ડ એક્ઝામ પહેલા પૂજાપાઠ, રાજકોટમાં થઈ પૂજા

 | 3:36 pm IST

બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓ ઘણાં ટેન્શનમાં જોવા મળતા હોય છે. ત્યારે તેમના આ ટેન્સનને દૂર કરવા રાજકોટમાં ખાસ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ બાલાજી હનુમાન મંદિર દ્વારા વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય અને તેમનું ટેન્સન દૂર કરવા એક સામુહિક પૂજા અને આરતીનું આયોજન કરાયું હતું. જેમાં બ્રાહ્મણો દ્વારા ખાસ પૂજા કરાવાઈ હતી.

આ પૂજામાં વિદ્યાર્થીના મનમાં રાહેલા ટેન્શન અને મૂંઝવણ દૂર થાય તેમજ વિદ્યાર્થીઓનું ધ્યાન બીજે ન ભટકે તે માટે પૂજા કરાઈ હતી. રાજકોટના 1500 થી 2000 વિદ્યાર્થીઓએ આ પૂજામાં ભાગ લીધો હતો. બાલાજી મંદિર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની પૂજા આયોજિત કરાય છે. સાથે જ વિદ્યાર્થીને એક રક્ષા પોટલી પણ આપવામાં આવે છે, જેથી તેમને અહેસાસ થાય કે ભગવાન હંમેશા તેમની સાથે જ છે. અને તેમણે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી.