pooja benrjee said for bad role film i cant leave tv show
  • Home
  • Featured
  • આ હોટ અભિનેત્રીના નિવેદન પછી ચોમેર એની જ ચર્ચા, કહ્યું-હું બી ગ્રેડ ફિલ્મો માટે ટીવી શો….

આ હોટ અભિનેત્રીના નિવેદન પછી ચોમેર એની જ ચર્ચા, કહ્યું-હું બી ગ્રેડ ફિલ્મો માટે ટીવી શો….

 | 3:25 pm IST

ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં નિવેદિતા બસુની ભૂમિકા નિભાવી ચૂકેલી અભિનેત્રી પૂજા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે, ફિલ્મોમાં કામ કરવામાં તેમને ખૂબ જ રસ છે. પરંતુ તે માને છે કે, જ્યાં સુધી તેને સારા પાત્ર નહીં મળે ત્યાં સુધી તે તેનાથી દૂર રહેશે.

પૂજા બેનર્જીએ કારકિર્દીની શરૂઆત રિયાલિટી શો ‘રોડીઝ’ થી કરી હતી. ત્યારબાદ તે ઘણી આગળ આવી છે. તેને ટીવી શો કરતા ફિલ્મો કરવામાં વધુ રસ છે. પરંતુ અભિનેત્રી કહે છે કે મોટા પડદે કામ કરવા માટે તેને સારી ભૂમિકાઓ નથી મળી રહી.

જ્યારે અભિનેત્રીને પૂછ્યું કે, શું ફિલ્મોમાં નાના પાત્રનો કોઈ અર્થ નથી? તો જવાબ આપ્યો કે, એ પૂરતું હોવું જોઈએ. મને ઓફર્સ મળતી રહે છે. સાચું કહું તો મે ‘લવ કે ફંડે’ (2016) નામની ફિલ્મ કરી છે, પરંતુ મને લાગે છે કે ઘણા લોકોએ તે જોઈ જ નથી. મારા માટે વાર્તા, દિગ્દર્શક, પ્રોડક્શન હાઉસ અને અભિનેતા એ બધી બાબતો મતલબ રાખે છે. હું બી ગ્રેડની ફિલ્મ માટે ટીવી શો ન છોડી શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન