પૂજાઘરમાં ન લગાવો મૃત વ્યક્તિઓની તસવીર - Sandesh
NIFTY 10,682.70 -58.40  |  SENSEX 35,149.12 +-238.76  |  USD 67.7000 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • પૂજાઘરમાં ન લગાવો મૃત વ્યક્તિઓની તસવીર

પૂજાઘરમાં ન લગાવો મૃત વ્યક્તિઓની તસવીર

 | 3:10 am IST

જો તમે પૂજાના રૃમમાં કંઇક ભૂલો કરતાં હોવ તો તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. આવો જાણીએ તમે તો નથી કરતાને આ ભૂલો.

ઘરમાં પૂજાનું સ્થળ સૌથી પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થાનને હંમેશાં સ્વચ્છ રાખવું જોઇએ, સાથે જ પૂજાના રૃમમાં સારો પ્રકાશ હોવો જોઇએ, તેનાથી ઘરમાં સકારાત્મતાનો વાસ થશે. મોટાભાગે દરેક લોકો જાણે છે, પૂજાના પવિત્ર સ્થાનનું મહત્ત્વ તેમ છતાં લોકો કરે છે આ ભૂલો અને તેના કારણે તેમના જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

મૃત દાદા-દાદી કે માતા-પિતાની તસવીર ન લગાવો

પૂજાઘરમાં દાદા-દાદી કે માતા-પિતાની તસવીર ઘણા લોકો રાખતા હોય છે, તેઓ સ્વર્ગવાસી સંબંધીઓની તસવીર પૂજામાં મૂકી અને વિચારે છે કે તેઓ તેમને સન્માન આપી રહ્યા છે, સાથે ભગવાનની સમાન તેમની પૂજા કરી રહ્યા છે, પરંતુ શાસ્ત્રો મુજબ કોઇપણ મૃત વ્યક્તિની તસવીર દેવી-દેવતાઓની સાથે ન મૂકવી. સનાતન ધર્મમાં પૂજાના સ્થાને કોઇક મૃત વ્યક્તિની તસવીર રાખવાને ખોટંુ ગણવામાં આવે છે.

શું કહે છે ધર્મ ?

હિન્દુ ધર્મમાં શરીરને નશ્વર અને આત્માને અમર ગણવામાં આવ્યા છે. તેથી જ્યારે પૂર્વજોને સન્માન આપો છો કે તેમની પૂજા કરો છો. ત્યારે તમે તેમના આત્માની પૂજા કરો છો. એટલું જ નહીં, પરંતુ કોઇક નશ્વર મનુષ્યની સરખામણી ઇશ્વર સાથે કરવી તે હિન્દુ ધર્મમાં ખોટું માનવામાં આવે છે.

વાસ્તુ દોષ પેદા થાય છે

આ સાથે જ કોઇક મૃત વ્યક્તિની તસવીર પૂજા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પેદા થાય છે, તેનાથી પરિવારમાં સભ્યોનું આરોગ્ય ખરાબ થવા લાગે છે.

પૂજામાં એકાગ્રતા રહેતી નથી

પૂજાનું સ્થાન એવી જગ્યા છે, જ્યાં તમે પૂજા કરતી વખતે ભગવાનમાં એકાગ્ર થઇ જાઓ છો. આ જગ્યાએ પોતાના પ્રિયજનોની તસવીરો રાખવાથી તમે પોતાની ભાવનાઓને અશાંત કરી દો છો. પ્રિયજનોની તસવીરો જોવાથી તમને દુઃખ થાય છે, અને તમારંુ મન પણ વિચલિત થાય છે, તેના કારણે તમે પૂજામાં એકાગ્રતા રાખી શકતા નથી તેથી પૂજા ઘરમાં મૃત વડીલોની તસવીર ન રાખવી.