પૂનમ ઢિલ્લોને પાંચ વર્ષ બાદ હિન્દી ફિલ્મ સાઇન કરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પૂનમ ઢિલ્લોને પાંચ વર્ષ બાદ હિન્દી ફિલ્મ સાઇન કરી

પૂનમ ઢિલ્લોને પાંચ વર્ષ બાદ હિન્દી ફિલ્મ સાઇન કરી

 | 1:15 am IST

વર્ષ ૨૦૧૩માં આવેલી શ્રુતિ હસન અને ગિરીશ કુમાર અભિનીત ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં માતાના રોલમાં જોવા મળી હતી. લગભગ પાંચ વર્ષના બ્રેક બાદ અભિનેત્રીએ લવ રંજનની આગામી ફિલ્મ બ્લેમ ઇટ ઓન સંજોગસાઇન કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન નવજોત ગુલાટી કરશે. ફિલ્મમાં પૂનમ એક પંજાબી માતાના કિરદારને ન્યાય આપશે. પોતાના રોલ વિશે વાત કરતાં પૂનમે જણાવ્યું હતું કે હું ફિલ્મ બ્લેમ ઇટ ઓન સંજોગમાં પંજાબી માતાની ભૂમિકાને ન્યાય આપી રહી છું. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઇ ગયું છે. હું અને સુપ્રિયા પાઠક ફિલ્મમાં સારી બહેનપણીઓ છીએ પણ સંજોગવશાત્ એક ઘટનાને પગલે એકબીજાના દુશ્મન બની જઈએ છીએ.