Poonam Pandey Airport Photos With Husband Sam Bombay
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: લગ્ન બાદ પતિ સાથે હનીમૂન પર નીકળી પૂનમ પાંડે, આ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળી

Photos: લગ્ન બાદ પતિ સાથે હનીમૂન પર નીકળી પૂનમ પાંડે, આ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળી

 | 6:38 pm IST

મૉડલ-એક્ટ્રેસ પૂનમ પાંડે આમતો અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. તો હવે આ દિવસોમાં તે પોતાની પ્રાઇવેટ લાઇફને લઇને ચર્ચામાં છે. પૂનમ પાંડેએ ગત દિવસોમાં પોતાના લોન્ગટર્મ બૉયફ્રેન્ડ સૈમ બૉમ્બે સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

તો હવે આ બંને લગ્ન બાદ પહેલીવાર સ્પોટ થયા છે. આ દરમિયાન પૂનમ પાંડે પોતાના પતિની સાથે નવી દુલ્હનના અવતારમાં જોવા મળી. તેણે સેંથીમાં સિંદૂર અને હાથમાં ચૂડા તેમજ મંગળસૂત્ર પહેરી રાખ્યું હતુ. પૂનમ પાંડે હાલમાં જ લગ્ન બાદ પહેલીવાર પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી. પૂનમ પાંડે સિમ્પલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે પિચ કલરનું ક્રોપ ટૉપ પહેર્યું હતુ અને સાથે સફેદ ટ્રાઉઝર પેર કર્યું હતુ.

તો પૂનમનો પતિ સૈમ બૉમ્બે સંપૂર્ણ રીતે બ્લેક આઉટફીટમાં જોવા મળ્યો. સૈમે નેવી બ્લૂ ટ્રાઉઝર, બ્લેક ટીશર્ટ અને બ્લેક જેકેટ પહેરી રાખ્યું હતુ. તો પૂનમ અને સૈમે પોતાના ચહેરા માસ્કથી ઢાંકી રાખ્યા હતા. એરપોર્ટ પર આ બંને હાથમાં હાથ નાખીને પોઝ આપતા જોવા મળ્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ જોડી પોતાના હનીમૂન માટે નીકળી ગઈ છે. જોકે આ બંને પોતાના હનીમૂન માટે ક્યાં ગયા છે, આની જાણકારી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન