poonam gets husband arrested last week couple gone honeymoon
  • Home
  • Entertainment
  • Bollywood
  • પૂનમ પાંડેના ખરાબ નસીબ, લગ્નના 7 દિવસ બાદ જ પતિએ માર માર્યો અને કર્યું ન કરવાનું કામ

પૂનમ પાંડેના ખરાબ નસીબ, લગ્નના 7 દિવસ બાદ જ પતિએ માર માર્યો અને કર્યું ન કરવાનું કામ

 | 9:00 pm IST

હાલમાં જ સૈમ બોમ્બે સાથે લગ્ન કરનાર અભિનેત્રી પૂનમ પાંડેના પતિની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. પૂનમે પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. સૈમ બોમ્બે સામે શારીરિક પજવણી, ધાકધમકી અને હુમલો કરવાનો આરોપ છે. પૂનમે ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે રાત્રે તેના પતિએ તેની સાથે છેડતી કરી હતી અને માર માર્યો હતો. એટલું જ નહીં પૂનમે એમ પણ કહ્યું હતું કે સૈમ બોમ્બેએ હજુ પણ પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. એક અધિકારીએ કહ્યું છે કે આ ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમાં બની હતી.

પૂનમની ફરિયાદ બાદ તેના પતિ સૈમ બોમ્બેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે જ પૂનમ તેના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. આ દરમિયાન પૂનમ તેના પતિ સૈમ બોમ્બે સાથે એક સાદા અવતારમાં જોવા મળી હતી. તેની માંગમાં સિંદૂર હતો અને તેણે હાથમાં બંગડીઓ પહેરી હતી અને ગળામાં મંગલસુત્ર પણ પહેર્યું હતું.

આ ગુપ્ત રીતે પરણેલા યુગલે 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરીને ઘોષણા કરી હતી. જેના કેપ્શનમાં પૂનમે લખ્યું છહતું – હું તમારી સાથે સાત જન્મોની અપેક્ષા કરું છું. ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડે 2011 માં ભારતના ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાના નગ્ન ફોટા અપલોડ કરીને ચર્ચામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં બેકાબુ થતો કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન