these moroccan tree goats produces expensive argan oil see photos
  • Home
  • Featured
  • PHOTOS: હકીકત સાંભળીને ચોંકી ન જતા, આ બકરાંઓની લીંડીની કિંમત છે લાખો રૂપિયા

PHOTOS: હકીકત સાંભળીને ચોંકી ન જતા, આ બકરાંઓની લીંડીની કિંમત છે લાખો રૂપિયા

 | 11:02 am IST

સામાન્ય રીતે જ્યારે બકરીઓ મળનો ત્યાગ કરે તો કાં તો એને ફેંકી દેવામાં આવે અથવા તો તેનો ઉપગોય ખેતરમાં ખાતર તરીકે કરવામાં થાય. સાદી ભાષામાં બકરાની લીંડી કહેવાય છે. પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં લોકો તેમના મળમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. બકરીની લીંડી અહીં ખૂબ મૂલ્યવાન છે.

આફ્રિકન દેશ મોરક્કોમાં બકરીઓ એક ખાસ ઝાડ પર ચઢીને રહે છે અને તેમના ફળ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બકરીઓના માલિકો પણ તેમને ઝાડ પર ચઢવાથી રોકતા નથી, કારણ કે આ ઝાડના ફળ ખાધા પછી, તેમના મળની કિંમત લાખોમાં પહોંચી જાય છે.

આ કયું વૃક્ષ છે કે જેનાં ફળ ખાધા પછી બકરાનું મળ લાખોની કિંમતનું થઈ જાય, એવો વિચાર તમને આવતો હશે. તો આ એક આર્ગન ટ્રી છે. તેમાં ઉગેલા ફળ બકરીઓને ખૂબ જ ભાવે છે, પરંતુ તે આ બીજને પચાવી શકતી નથી અને વિસર્જન કરીને મળ ત્યાગમાં બહાર કાઢી નાંખે છે. આ પછી બકરીના માધ્યમથી માલિકો લાખો કમાવવાનું શરૂ કરે છે.

જ્યારે બકરીઓ લીંડી મૂકે છે, ત્યારે તેમના માલિકો તેને ભેગી કરી લે છે અને આર્ગન બીજ તેમને ઘરે લઈ જઇને તેનાથી અલગ કરી નાંખે છે. પછી બીજની અંદરની શીંગો કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને બાફીને કઠોળ પીસવાની ચક્કીથી પીસવામાં આવે છે. જેના લીધે તેલ દૂર થઈ જાય. તેને આર્ગન તેલ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કોસ્મેટિક્સ ઉત્પાદનો બનાવવા માટે થાય છે. આ તેલની કિંમત આશરે 60-70 હજાર રૂપિયા પ્રતિ લિટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન