Poor fitness and performance, Hardik Pandya will be dropped from Team India!
  • Home
  • Sports
  • Cricket
  • ફિટનેસ અને પ્રદર્શન ખરાબ, ટીમ ઇન્ડિયામાંથી હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે!

ફિટનેસ અને પ્રદર્શન ખરાબ, ટીમ ઇન્ડિયામાંથી હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે!

 | 9:18 pm IST
  • Share

  • ટીમ ઇન્ડિયા માટે હાર્દિકની ફિટનેસ ચિંતાનો વિષય
  • ટી-20 વર્લ્ડકપમાં રમવું મુશ્કેલ
  • IPL-2021માં પંડ્યાએ એક વર પણ બોલિંગ નથી કરી

આઇપીએલ 2021થી મુંબઇ ઇન્ડિયન્સનો પ્રવાસ સમાપ્ત થઇ ગયો છે. આ સાથે જ ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ મુંબઇના 6 ખેલાડીઓના પ્રદર્શનને લઇ ચર્ચાનું બજાર ગરમાયુ છે. રોહિત સિવાય મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા, યૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ પણ ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમનો ભાગ છે. સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યાના પ્રદર્શન અને ફિટનેસને લઇ થઇ રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, તેને ટીમની બહાર રહેવું પડી શકે છે જેવું કારણ છે આપીએલ 2021માં તેનું પ્રદર્શન. પંડ્યાએ બોલિંગમાં પણ નિરાશ કર્યા સાથે જ તેણે માત્ર 127 રન બનાવ્યા. જેની સરેરાશ 14.11 અને સ્ટ્રાઇક રેટ 113.39 રહી. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઇ કહ્યું છે કે તેણે અત્યાર સુધીમાં એક પણ બોલ ફેંક્યો નથી.

રોહિતના આ નિવેદન બાદ આ વાત પર સંશય ઉદ્ભવી રહ્યો છે કે, શું હાર્દિક ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે કે નહીં. પંડ્યાએ આઇપીએલ 2021માં શુક્રવારે હૈદરાબાદ વિરૂદ્ધના મુકાબલામાં 10 રન બનાવ્યા. પરંતુ ટી-20 વિશ્વકપને જોતા તેની બોલિંગની ફિટનેસ એક ચિંતાનો વિષય બનેલ છે.

યૂએઇમાં આઇપીએએલ 2021ના બીજા ચરણમાં પહેલી બે મેચ મિસ કર્યા બાદ હાર્દિક મુંબઇ માટે એક બેટ્સમેન તરીકે ઉતર્યો હતો. આ ઓલરાઉન્ડર ખેલાડીએ ભારતમાં રમાયેલ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં પણ બોલિંગ કરી નહોતી.

રોહિતે કહ્યું,‘જો હાર્દિકની બોલિંગ વિશે વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી બોલિંગ નથી કરી. ફિજિયો, ટ્રેનર અને મેડિકલ ટીમ તેની બોલિંગ પર કામ કરી રહ્યા છે. અત્યાર સુધી મને એટલો ખ્યાલ છે કે તેણે સિંગલ બોલ પણ ફેંક્યો નથી. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તે એક સમયે એક મેચ લે અને જુએ કે તે ક્યાં ઉભો છે.’

તેણે વધુમાં કહ્યું,‘ફિજિયો જ આ વિશે વધારે અપડેટ આપી શક્શે. બેટિંગની વાત કરવામાં આવે તો તેણે થોડા નિરાશ કર્યા છે પરંતુ અમને ખબર છે કે તેનામાં કેટલી ગુણવત્તા છે. તે એક ક્વોલિટી ખેલાડી છે અને તેમા કોઇ શંકા નથી.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો