તમારા સ્‍પર્મની કવોલિટી નબળી છે? તો વાંચી લો એકવાર 'આ' - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • તમારા સ્‍પર્મની કવોલિટી નબળી છે? તો વાંચી લો એકવાર ‘આ’

તમારા સ્‍પર્મની કવોલિટી નબળી છે? તો વાંચી લો એકવાર ‘આ’

 | 3:09 pm IST

પુરૂષોમાં ફર્ટિલિટીની મુખ્‍ય સમસ્‍યા સ્‍પર્મની નબળી ક્વોલિટી હોય છે. આયુર્વેદ માને છે કે વ્‍યકિત શું ખાય છે એની સીધી અસર તેના શુક્રાણુઓના સ્‍વાસ્‍થ્‍ય પર પણ પડે છે. એટલે જ આયુર્વેદમાં તીખું, તળેલું, આથેલું ફુડ શુક્રાણુઓ માટે હાનિકારક મનાય છે. મોડર્ન મેડિસિન શુક્રાણુઓના સ્‍વાસ્‍થ્‍ય માટે સંતુલિત આહાર લેવાનું સુચવે છે.

આ વિશે રિસર્ચરોનું કહેવું છે કે, સ્‍પર્મની ક્વોલિટી જળવાય એ માટે પ્રોટીનનું પ્રમાણ શરીરને પુરતું મળે એ જરૂરી છે. ભારતીય મૂળના અભ્‍યાસીઓએ ઉંદરો પર પ્રયોગ કરીને તારવ્‍યું છે કે સ્‍પર્મ પેદા થવાને અને ખોરાકને ખાસ લેવા દેવા નથી. સ્‍પર્મ પરિપક્વ થાય અને એમાં કોઇ જ ખામી ન હોય એ માટે પુરૂષોને કેવો ખોરાક ખવડાવવામાં આવે છે એ અગત્‍યનું છે. મતલબ કે ખોટા આહારથી કદાચ શુક્રાણુઓની સંખ્‍યા પર માઠી અસર નથી પડતી, પણ એની ગુણવતા પર અચુક અસર થાય છે.

આમ, રિસર્ચરોએ કરેલા અભ્‍યાસમાં નોંધાયું છે કે, જો ખોરાકમાં ચરબીવાળી ચીજો વધુ લેવાની હોય અને પોષણયુકત પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો એનાથી લાંબા ગાળે સ્‍પર્મની ક્વોલિટી નબળી પડે છે. વધુ પડતી ફેટ પુરૂષોની ફર્ટિલિટી બગાડી શકે છે. એટલે જ જો ગર્ભધારણમાં તકલીફ પડતી હોય તો ડાયટ પર સૌથી પહેલાં ધ્‍યાન આપવું જરૂરી છે.