મોબાઇલ, ઇન્ટરનેટ પોસાતાં ન હોવાથી ગરીબ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત : સુપ્રીમ - Sandesh
  • Home
  • Education
  • મોબાઇલ, ઇન્ટરનેટ પોસાતાં ન હોવાથી ગરીબ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત : સુપ્રીમ

મોબાઇલ, ઇન્ટરનેટ પોસાતાં ન હોવાથી ગરીબ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત : સુપ્રીમ

 | 8:30 am IST
  • Share

  • નાના બાળકોને રસી ન અપાય ત્યાં સુધી વર્ગો શરૂ કરવા જોઈએ નહીં : સુપ્રીમ કોર્ટ
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળી ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ માટેની સુવિધા આપે : સુપ્રીમ
  • કોરોના મહામારીના કારણે ડિજિટલ સેવાઓની ઉપલબ્ધતામાં રહેલા તફાવતે ગંભીર અસરો સર્જી છે. 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, અદાલત નીતિઓ તૈયાર કરતી નથી પરંતુ નાના બાળકોને કોરોનાની રસી ન અપાય ત્યાં સુધી શાળામાં તેમના માટેના વર્ગ શરૂ કરવા જોઇએ નહીં. ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોને ટેકનોલોજી ઉપલબ્ધ બને તે સંદર્ભમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ડિજિટલ સેવાઓની ઉપલબ્ધતામાં રહેલા તફાવતે ગંભીર અસરો સર્જી છે.

આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોના બાળકોના પરિવારને કોમ્પ્યૂટર આધારિત સાધનો અને ઇન્ટરનેટના ખર્ચ પોસાતા ન હોવાના કારણે આ બાળકોના શિક્ષણના અધિકારનું ગંભીર ઉલ્લંઘન થઇ રહ્યું છેે.   સુપ્રીમ કોર્ટે આર્િથક રીતે પછાત વર્ગના બાળકોને મદદ માટે યોજના તૈયાર કરવા દિલ્હી સરકારને આદેશ આપતા જણાવ્યું હતું કે, કોમ્પ્યૂટર, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ જેવા સ્ત્રોતોના અભાવમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન કાયદાનો મૂળ હેતુ જળવાય તે માટે દિલ્હી સરકારે ચોક્કસ યોજના ઘડી કાઢવી જોઇએ. આ મામલામાં કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારો સાથે સંકલન સાધીને ભંડોળ ફાળવવા જેવી જવાબદારીઓ અદા કરવી જોઇએ. દેશનું ભવિષ્ય એવા બાળકોની જરૂરિયાતોને સરકારો અવગણી શકે નહીં.

વાલી ફી ન ભરે તો શાળા કાયદાકીય પગલાં લઈ શકે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે જો વાલી તેના બાળકની શૈક્ષણિક ફી સમયસર ન ભરે તો શાળા મેનેજમેન્ટ તેમની સામે કાયદાકીય પગલાં લઇ શકે છે. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાઇવેટ અનએઇડેડ શાળાઓ માટે ફી નક્કી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશના પાંચ મહિના બાદ પણ કેટલાક વાલીઓ ફી ભરતા નહીં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના ચુકાદા અંગે આ સ્પષ્ટતા કરાઇ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો