Pop Singer and Sensation Selena Gomez Debut in Cannes 2019
  • Home
  • Featured
  • કાન્સ 2019ના પહેલા દિવસે પોપ સેંસેશન સેલેના ગોમેઝનો દેખાયો ગ્લેમરસ અને સુંદર અંદાજ

કાન્સ 2019ના પહેલા દિવસે પોપ સેંસેશન સેલેના ગોમેઝનો દેખાયો ગ્લેમરસ અને સુંદર અંદાજ

 | 1:48 pm IST

ફ્રાન્સમાં ગઈકાલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. આ ફેસ્ટિવલ 14મી મેથી 25મી મે સુધી ચાલશે. જ્યારે પહેલા દિવસે પોપ સેંસેશન સેલેના ગોમેઝે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ડેબ્યૂ કર્યુ હતું. ફ્રેંચ રિવેરાના રેડ કારપેટ પર સેલેના ગોમેઝનું ગ્લેમરસ લુક જોવા મળ્યું હતું. સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ પર કાન્સ રેડ કારપેટ લુકની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે જે ધૂમ મચાવી રહી છે.

સેલેના ગોમેઝે કાન્સના રેડ કારપેટ પર વ્હાઇટ સિલ્ક હાઈ થાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યું હતું. આ સાથે બોલ્ડ રેડ લિપસ્ટિકે સેલેનાના લુકને વધુ હાઈલાઇટ કર્યું હતું. જોકે સેલેના ગોમેઝે તેના લુકને સિંપલ રાખ્યો હતો. તેને ગળામાં ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. કેટી આઇમેકઅપ અને મેટેલિક સેન્ડલે સેલેનાના લુકને પરફેક્ટ બનાવ્યું હતું. ઉપરાંત સેલેનાએ હેરસ્ટાઇલ પર સિંપલ રાખ્યું હતું. સેલેનાના રેડ કારપેટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. ફેન્સ દ્વારા સેલેનાની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ બોલિવૂડથી દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, કંગના રાણાવત, ડાયના પેન્ટી, મલ્લિકા શેરાવત અને હિના ખાન કાન્સ 2019માં જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન