Popular Document Scanner App CamScanner have security issue
  • Home
  • Featured
  • હવે આ લોકપ્રિય Appમાં ‘મેલવેયર’ વાયરસ! 10 કરોડથી વધુ લોકોએ કરી છે ડાઉનલોડ

હવે આ લોકપ્રિય Appમાં ‘મેલવેયર’ વાયરસ! 10 કરોડથી વધુ લોકોએ કરી છે ડાઉનલોડ

 | 10:52 pm IST

મોટાભાગે સ્માર્ટફોન યુઝર્સ ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે એકથી વધુ સ્કેનર એપનો ઉપયોગ કરે છે. આ સ્કેનર એપ્સમાં CamScanner એપનું મોટું નામ છે અને સ્માર્ટફોન યુઝર્સ વચ્ચે ઘણી લોકપ્રિય પણ છે.

CamScanner એપની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એન્ડ્રોએડ પર આ એપને 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ હવે આ એપ સાથે સિક્યોરિટીને લઈ સવાલ ઉભા થયા છે. મીડિયા સૂત્રો મુજબ સિક્યોરિટી ફર્મ Kaspersky લેબ્સે તેની રિપોર્ટમાં કહ્યું છે કે આ CamScanner એપમાં મેલવેયર(વાયરસ) છે. જોકે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે CamScanner એપ કોઈ મેલવેયર એપ નથી અને આ તમારા ફોનમાં કોઈ વાયરલ વાળી એપ ઇન્સ્ટોલ નથી કરતી. પરંતુ અમુક મહિના પહેલા કંપનીએ એપને ઓપ્ટિમાઇઝ કરી છે.

સૂત્રો પ્રમાણે CamScanner ના નવા વર્જનની જાહેરાત લાઇબ્રેરીમાં એક મેલવેયર મોડ્યૂલ છે જેની ઓળખ Trojan-Dropper.AndroidOS.Necro.n તરીકે થઈ છે. આ મેલવેયર તમારા ફોનમાં વાયરસ લાવનાર એપ્સ ડાઉનલોડ્સ કરી શકે છે. ઉપરાંત આ તમારાથી જાહરાતના બદલે રૂપિયા પણ માંગી શકે છે. જોકે CamScanner ને લઈ એવા સમાચાર સામે આવ્યા છતા પણ ગૂગલે આ એપને પ્લે સ્ટોરથી હટાવી નથી.

આ વીડિયો પણ જુઓ: રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં કચ્છનુ પ્રતિનિધિત્વ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન