પોરબંદરમાં પણ મગફળીમાં માટીનાં ઢેફાંનો પર્દાફાશ   - Sandesh
  • Home
  • Gujarat
  • પોરબંદરમાં પણ મગફળીમાં માટીનાં ઢેફાંનો પર્દાફાશ  

પોરબંદરમાં પણ મગફળીમાં માટીનાં ઢેફાંનો પર્દાફાશ  

 | 2:40 am IST

। પોરબંદર ।

પોરબંદર બંદરમાં મગફળીના ગોડાઉનમાં કોંગ્રેસે જનતારેડ પાડતા મગફળીમાં માટીના ઢેફા નીકળ્યા હતા. ચોર દરવાજાનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના બંદર ખાતે આવેલ જીએમબીના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો સંગ્રહ કરાયો છે ત્યાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાની હેઠળ જનતા રેડ કરી હતી જેમાં મગફળીમાં ધૂળ અને માટી ભેળવેલ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વેર હાઉસીંગ કોર્પારેશન હસ્તકના ગુજકોટ કંપનીએ ભાડે રાખેલા ગોડાઉનમાં પ્રવેશવા દેવા પહેલા ઈન્કાર કર્યા હતો. ગોડાઉનના આગળના દરવાજે તાળુ છે, ચોકીદાર છે પણ પાછળના ભાગે ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. ગોડાઉનની છત તૂટેલી હાલતમાં છે. ગોડાઉનના દરવાજા તૂટેલી અવસ્થામાં મળ્યા હતા.

મને કોંગ્રેસ કે કોઈ પક્ષની જરૂર નથી : નાફેડના વાઘજી બોડા

મોરબી : નાફેડના ચેરમેન વાઘજી બોડાએ ગુરૂવારે રાજીનામુ આપી દીધા બાદ વિપક્ષી નેતાએ બોડા કોંગ્રેસમાં છે જ નહિ તેવુ વિધાન કર્યુ હતુ. તેની સામે વાઘજી બોડાએ સ્પષ્ટ વાત કરી હતી કે મને સભ્ય ન ગણતા હોય તો વધુ સારૂ છે મારે કોંગ્રેસ કે કોઈ પક્ષની જરૂર નથી.  આ અંગે વાઘજી બોડાને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ ટંકારા તાલુકાના પ્રદેશ ડેલીગેટ હતા. અને તેમને પક્ષ તરફથી ટપાલો મળતી હતી. કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ. અને કોંગ્રેસમાંથી પક્ષમાં ન હોવાનું કહેતુ હોય તો મારે કોઈ પક્ષની જરૂર નથી. હુ બધા સાથે સારા સબંધો રાખુ છે.

ન્યાયિક તપાસની માગ સાથે ૧૩મીએ કોંગીના રાજ્યવ્યાપી ધરણાં

અમદાવાદ : ૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા ૧૩મી ઓગસ્ટના સોમવારે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન કરાશે. રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં દેખાવો કરવાની જાહેરાત કરતાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું છે કે, મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી છે. સરકાર પણ ભાજપના નેતાઓની આવી સંડોવણી ઉપર ઢાંકપિછોડો કરીને તેમને મદદરૂપ બનવા પ્રયાસ કરી રહી છે. ૩૫ કિલોની મગફળીની બોરીમાંથી ૨૦ કિલો માટી, ઢેફા, કાંકરા નીકળે છે. સમગ્ર ઘટનામાં સરકારી વહીવટીતંત્રની શંકાસ્પદ રીતે કૌભાંડયુક્ત ભૂમિકા હોવાનું જણાય છે. સરકારી તિજોરીને ચૂનો લગાડનારાને સજા થાય તેવી માગ સાથે કોંગ્રેસ પક્ષ લડત આપશે.

મગફળી કૌભાંડને પગલે નાફેડના સ્ડ્ઢ ગુજરાતમાં

ગાંધીનગર : મગફળી ખરીદી કૌભાંડમાં રોજેરોજ બહાર આવતી હકિકતથી હરકતમાં આવેલા નાફેડના એમડી સંજીવ ચડ્ડા દિલ્હીથી ગાંધીનગર દોડી આવ્યા છે. મગફળીમાંથી માટી અને ફોતરી નિકળ્યાની હકિકતો બાદ બારદાનની ખરીદીમાં પણ કૌભાંડ થયાની ફરીયાદો ઉઠી છે. બારદાનની ખરીદીમાંથી હાથ અધ્ધર કરતા નાફેડના એમડીએ કહ્યુ કે મગફળી ખરીદીમાં જે મંડળીઓ દ્વારા ગેરરીતી કરવામાં આવી છે તેની તપાસ અમે કરી રહ્યા છીએ.

;