Porbandar Girl Puts End note in Whats App Status
  • Home
  • Featured
  • વ્હોટ્સએપ સ્ટેટ્સમાં સ્યુસાઈડ નોટ, હાથમાં ઠાકોરજીની મૂર્તિ રાખી પોરબંદરની યુવતીએ મારી મોતની છલાંગ

વ્હોટ્સએપ સ્ટેટ્સમાં સ્યુસાઈડ નોટ, હાથમાં ઠાકોરજીની મૂર્તિ રાખી પોરબંદરની યુવતીએ મારી મોતની છલાંગ

 | 6:45 am IST

પોરબંદરમાં એક યુવતીએ તેના વોટ્સેપ સ્ટેટ્સમાં સ્યુસાઈડ નોટ લખી, હાથમાં ઠાકોરજીની મૂર્તિ રાખી અને પોરબંદરના ફ્લાય ઓવર બ્રીજ પરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કોટેચા ટ્રેડીંગ નામની વેપારી પેઢી ધરાવતા મુકેશભાઈ દામોદરભાઈ કોટેચાની પુત્રી હિમાં (ઉ.વ.૨૯)એ આજે સવારે સાડા નવેક વાગ્યે પોરબંદરના સ્પ્લીટ ફલાયઓવર બ્રીજ પરથી પડતું મુકતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને હિમાંને સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જ્યાં ફ્રજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. હિમાના શરીર પર કોઈ ખાસ ઈજા થઇ ન હતી પરંતુ તેનું ઉપરથી કુદકો મારવાના લીધે હ્રદય બંધ પડી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

હિમા મુથુટ ફયનાન્સમાં ઘણા વરસોથી નોકરી કરે છે અને આજે તેના નોકરીએ જવાના નિયત સમયે સ્કુટર લઇને ઘરે થી નીકળી ગઈ હતી અને ગીરીરાયજીની હવેલીએ દર્શન કર્યા હતા ત્યાર બાદ તેના પિતાને ફેન કરીને એવું જણાવ્યું હતું કે સ્કુટરમાં પંચર પડ્યું હોવાથી તે નરસંગ ટેકરીએ રાખ્યું છે અને પોતે નોકરી પર જાય છે તેમ કહી સ્કુટર લઇ જવા જણાવ્યું હતું આથી તેના પિતાએ નરસંગ ટેકરી તરફ્ શા માટે ગઈ હતી તેમ પૂછતા હિમાએ એવું જણાવ્યું હતું કે રોકડીયા હનુમાન મંદિરે દર્શન કરવા ગઈ હતી તેમ જણાવતા તેના પિતા ચોંકી ઉઠ્યા હતા અને તુરંત પુત્રને સાથે રાખી નરસંગ ટેકરીએ જવા રવાના થયા હતા ત્યાં પહોંચ્યા ત્યારે તેમની પુત્રીએ પુલ પરથી પડતું મુકયું હતું અને લોકો તેને રીક્ષામાં લઇ જતા હતા આથી તેઓ પણ તુરંત ખાનગી હોસ્પીટલે પહોંચી ગયા હતા.

પોલીસે પોસ્ટમોર્ટમ બાદ વધુ તપાસ હાથ ધરતા એવું સામે આવ્યું હતું કે મૃતક હિમાએ વોટ્સેપ સ્ટેટ્સમાં જ સ્યુસાઈડ નોટ લખી હતી જેથી તે અંગે પણ તપાસ હાથ ધરી છે. બે બહેન અને એક ભાઈમાં હિમા સૌથી મોટી હતી અને કોલેજ પૂર્ણ કર્યા બાદ મુથુટ ફયનાન્સ કંપનીમાં જોબ કરતી હતી

હાથમાં ઠાકોરજીની મૂર્તિ સાથે નીચે ઝંપલાવ્યું

મૃતક હિમાને ઠાકોરજી પર ખુબ જ શ્રાદ્ધા હતી અને તે હવેલીએ પણ દર્શન કરવા જતી હતી આજે પણ સવારે ઘરેથી નીકળીને સૌ પ્રથમ તેણે હવેલીએ દર્શન કર્યા બાદ જ ઉપરથી પડતું મુકયું હતું અને મરતી વખતે પણ ઠાકોરજીની મૂર્તિ હાથમાં રાખી અને બ્રીજ પરથી નીચે ઝંપલાવ્યું હતું અને નીચે પડી ત્યારે પણ તેના હાથમાં ઠાકોરજીની મૂર્તિ હતી .

સ્ટેટ્સમાં લખેલ શબ્દો

જય શ્રી કૃષ્ણ
ભગવાન તમને બધાને સુખી કરે..મારાથી જાણતા અજાણતા કોઈને પણ કઈ કેવાય ગયું હોય કે કઈ પણ ખોટું થઇ ગયું હોય તો મને માફ્ કરશો, આજે હું જે કરવા જાઉં છુ એ મારો પોતાનો ડીસીઝન છે એમાં કોઈનો કઈ હાથ નથી કોઈ કઈ વાંકમાં નથી મને માફ્ કરશો, આજે જે હું કરવા જાઉં છુ તે કરવાનો મને કોઈ હક્ક નથી અને જો હું આ નહી કરું તો બધા દુખી થશે આખું ઘર મારે લીધે હેરાન થશે જે પણ કઈ થયું એ બધા ભૂલીને આગળ વધી જજો ..ને હા પ્લીઝ ,મારા પાછળ કોઈ કઈ ન કરતા મારે કઈ નથી જોઈતું ,કઈ નહી ,આ જીદ મારી પૂરી કરી દેજો પ્લીઝ, મારો એક પીક પણ નહી રાખતા ..ઘર માં …મારી એક પણ વસ્તુ ન રહેવી જોઈએ ઘરમાં આ બધી મારી છેલ્લી ઈચ્છા છે એમ માનીને પૂરી કરી દેજો ..હું તમને કોઈને કઈ ન દઈ સકી હવે મને માફ્ કરશો ..હું નઈ રહી શકું આમ ઘુટી ઘુટી ને જીવવું ..મારામાં હવે શક્તિ નથી ..ભગવાન પાસે એક જ પ્રાર્થના કે હવે મારા જેવું સંતાન કોઈને ન આપે …ઓમ શાંતિ..જય શ્રાી કૃષ્ણ …

આ વીડિયો પણ જુઓઃ તેજસ ટ્રેનમાં પ્રવાસીઓને પ્લેન જેવી સુવિધા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન