Porbandar Gujarati businessman Rizwan Adatia released after 20 days in captivity in Africa
  • Home
  • Corona live
  • પોરબંદરના NRI ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનો હેમખેમ છુટકારો, જાણો આફ્રિકાનો હાઇપ્રોફાઇલ કિડનેપીંગ કેસ શું હતો?

પોરબંદરના NRI ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનો હેમખેમ છુટકારો, જાણો આફ્રિકાનો હાઇપ્રોફાઇલ કિડનેપીંગ કેસ શું હતો?

 | 2:48 pm IST

ગુજરાતી NRI બિઝનેસમેન રિઝવાન આડતિયા આફ્રિકામાં અપહરણ થયું હોવાના અહેવાલે ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે 20 દિવસ પછી એક સુખદ સમાચાર મળી રહ્યા છે. આફ્રિકાના માપૂટોમાંથી ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું અપહરણ થયું હતું. તેમનું અપહરણ હાઈવે પર કાર રોકીને કરવામાં આવ્યું હતુ. બાદમાં ઘટના સ્થળેથી પોલીસને તેમની રેન્જ રોવર કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ મામલે માપૂટો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને બે અપહરણકારોને ઝડપી પાડ્યા છે.

20 દિવસ બાદ NRI બિઝનેસમેન રિઝવાન આડતિયા હેમખેમ છુટકારો થતાં તેમના સ્વજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

રિઝવાન આડતીયાનો હેમખેમ છુટકારો થતા તેમના ફાઉન્ડેશને પ્રશાસન અને લોકોનો આભાર માન્યો હતો. 

સ્થાનિક લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા રિઝવાન આડતિયા અંગેના આ સમાચારો લોકો સુધી પહોંચતા સ્થાનિકોએ તેેમના હેમખેમ છુટકારા માટે પ્રાર્થના કરી હતી. 

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

મૂળ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રહેવાસી અને આફ્રિકામાં બિઝનેસમાં નામ કાઢનારા ખોજા ઉદ્યોગપતિ રિઝવાન આળતીયાનું મોઝામ્બિકમાં અપહરણ થયું હોવાની ઘટના સામે આવતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દેશના સૌથી મોટા ગરીબોના બેલી અને દાતા તરીકે જાણીતા મૂળ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રહેવાસી રિઝવાન આળતીયાનું અપહરણ થયું થતા પરિવારજનો સહિત તેમના પ્રશંસકોમાં દુ:ખની લાગણી વ્યાપી ગઈ હતી.

આ ઘટનામાં કોરોનાના કારણે લોકડાઉન હોવાના કારણે તેઓ જાતે કાર ચલાવી રહ્યા હતા. ત્યારે આફ્રિકામાં હાઇવે પર તેમની ગાડી રોકી અપહરણ કરવામાં આવ્યું છે. તેમનું અપહરણ થતા તેઓનું અપહરણ કરતા કોણ છે શું કારણ હતું ? જેવા અનેક સવાલોના જવાબ હજુ સુધી મળી શક્યા નથી. હાલ તો માપૂટો પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

કોણ છે ગુજરાતી NRI બિઝનેસમેન રિઝવાન આડતિયા?

52 વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ 1967માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર 16 વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં 175 રૂપિયાના માસિક પગારે તેઓએ નોકરીની શરૂઆત કરી હતી. 

આડતીયા એક વ્યક્તિ તરીકે દાનવીર ઉદ્યોગપતિ તરીકે સમગ્ર દુનિયામાં જાણીતા છે અને તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે અને તાજેતરમાંજ તેમના જીવન પરથી ફિલ્મ બની હતી. રિઝવાન આળતીયા રિઝવાન ફાઉન્ડેશનના સ્થાપક છે, મોટા ગજાના દાનવીર છે, COGEF  ગ્રુપના નામથી દુનિયાભરમાં અનેક મોલ ધરાવે છે. વૃદ્ધો અને ગરીબોને રિઝવાન આડતીયા દેશ અને વિદેશની મફત યાત્રા કરાવે છે.

રિઝવાન આડતીયાનું વિશ્વ વિખ્યાત રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ પણ આવેલું છે. રિઝવાન આડતીયા સૌથી મોટા દાતા તરીકે છાપ ધરાવે છે. રિઝવાન આળતીયાનું અપહરણ થયું છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યા બાદ તેમના અપહરણની જાણ થતાં જ ભારત સરકારને પણ જાણકારી આપવામાં આવી હતી અને રાજદ્વારી મદદ મંગાઈ હતી

જાણો રિઝવાન આડતિયાના બિઝનેસ વિશે?

આળતીયાએ પોરબંદરથી પેહેરેલા કપડે આફ્રિકા જઈને COGEF  ગ્રુપના નામે સુપરમાર્કેટ અને મોલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો અને કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યુ હતું. તેમની આ સફળતા પર જ તાજેતરમાં ફિલ્મ બની જેનું નામ રિઝવાન છે. તેઓ વડાપ્રધાન મોદીને પણ વ્યક્તિગત રીતે ઓળખે છે. આ હાઇપ્રોફાઇલ કિડનેપીંગ કેસના કારણે પોરબંદર સહીત સૌરાષ્ટ્રના ખોજા સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ હતી. પોરબંદરમાં જન્મેલા અને મોઝામ્બિકમાં બિઝનેસના ઉંચા શિખર સર કરનારા રિઝવાન આડતિયાનું COGEF ગ્રુપ 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. આડતિયા સેવાકીય પ્રવૃત્તિ માટે પણ પ્રખ્યાત છે.

આ પણ જુઓ વીડિયો: અમ્ફાન સાયક્લોન 200 કિમી ઝડપે આગળ વધી રહ્યુ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન