porbandar-porbandar-4-man-stuck-in-nigeria-are-come-back
  • Home
  • Featured
  • આફ્રિકામાં ફસાયેલા પોરબંદરના 4 યુવાનો હેમખેમ વતન પાછા ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

આફ્રિકામાં ફસાયેલા પોરબંદરના 4 યુવાનો હેમખેમ વતન પાછા ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

 | 12:19 pm IST

વિદેશોમાં ગુજરાતીઓની પડતી મુશ્કેલીઓ અને ભેદભાવ કોઇનાથી છૂપાયેલો નથી, ત્યારે આફ્રિકાના નાઇજીરિયામાં ફસાયેલા 4 પોરબંદરના યુવાનો વિશે મોટો સમાચાર મળી રહ્યા છે. તેઓને વિદેશ મંત્રાલયની મદદથી તેઓ પોતાના વતનમાં પાછા ફરવામાં સફળ થયા છે. પોરબંદરના યુવાનો પોત પોતાના ઘરે પાછા ફરતા તેમના ઘરમાં ખુશીનો માહોલ છવાયેલો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, પોરબંદરના 4 યુવાનો નોકરી કરવા માટે આફ્રિકાના નાઇજીરિયામાં ગયા હતા. ત્યાં તેમને પહેલા તો નોકરી મળી ગઇ હતી, પરંતુ એક દિવસ તેઓ જે કંપનીમાં કામ કરતા હતા, તેના માલિકની ધરપકડ થઇ હતી. જેના કારણે તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકાયો હતો. ત્યારબાદ તેઓ ચારેય યુવાનો નાઇજીરિયા દેશની શરણમાં ચાલ્યા ગયા હતા.

બીજા દેશમાં ફસાયેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે તેમના પરિવારે પોતાના વિસ્તારના ધારાસભ્યને વાત કરી હતી. ધારાસભ્યએ આ મામલે રસ લઈને આ ઘટનાની જાણ વિદેશ મંત્રાલયને કરી હતી. વિદેશ મંત્રાલયે આફ્રિકામાં નાઇજીરિયામાં પોતાના હાઇકમિશ્નરને જાણ કરી ચારેય વ્યક્તિઓને મદદ કરવામાં આવી હતી. જેથી તેઓ આજે પોતાના વતનમાં પાછા ફરવામાં સફળ રહ્યા હતા.

યુવાનોના પરિવારજનોએ પણ ભારતીય વિદેશ મંત્રાલય અને ધારાસભ્ય અને લઘુમતી મોરચાના પ્રમુખનો આભાર માનીને તેમણે ખુશી વ્યક્ત કરી છે.