પોર્ન સ્ટારનો આક્ષેપ, ટ્રમ્પે મારી સાથે પણ કર્યું હતું `ગંદુ કામ’ - Sandesh
  • Home
  • World
  • પોર્ન સ્ટારનો આક્ષેપ, ટ્રમ્પે મારી સાથે પણ કર્યું હતું `ગંદુ કામ’

પોર્ન સ્ટારનો આક્ષેપ, ટ્રમ્પે મારી સાથે પણ કર્યું હતું `ગંદુ કામ’

 | 1:56 pm IST

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક મહિલાએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર તેને હોટલના રૂમમાં આવવા 10 હજાર ડોલર આપવાની ઓફર કરાઈ હતી.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ફક્ત એક મહિના કરતાં પણ ઓછો સમય છે, ત્યારે ડ્રમ્પ પર અગાઉથી કેટલીક મહિલાઓએ યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. આ કારણે ટ્રમ્પ નબળી સ્થિતિમાં આવી પડ્યાં હતાં. હવે પોર્ન સ્ટાર જેસિકા ડ્રેકે ટ્રમ્પ પર શારીરિક શોષણનો આક્ષેપ મુક્યો છે. આ કારણે ડ્રમ્પની સ્થિતિ વધારે નબળી પડવાની શક્યતા છે.

લોસ એન્જેલસમાં પત્રકાર પરિષદમાં જેસિકાએ જણાવ્યું હતું કે ટ્રમ્પે અને તેમને અને તેમની બે સખીઓને બાથમાં લઈ પરવાનગી વિના જ તેમને ચુંબન કર્યાં હતાં. જેસિકાને હોટલ રૂમમાં આવવા માટે 10 હજાર ડોલરની પણ ઓફર કરાઈ હતી. ત્યારપછી અજાણી વ્યક્તિએ પણ ફોન કરી તેમને ટ્રમ્પના રૂમમાં આવવાની ઓફર કરી હતી પરંતુ જેસિકાએ ના પાડી હતી.

ટ્રમ્પ અંગે 2005માં વીડિયો લીક થયો હતો.   આ વીડિયોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં દેખાયા હતાં. જોકે આ અંગે ભારે ઉહાપોહ મચતાં ટ્રમ્પને માફી માગવાની ફરજ પડી હતી.

જોકે ટ્રમ્પની પ્રચાર ટીમે આ આક્ષેપને વાહિયાત ગણાવી ફગાવી દીધા છે અને કહ્યું હતું કે ટ્રમ્પ ક્યારેય આ મહિલાને ઓળખતા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન