અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કરાયો સનસનીખેજ દાવો, જાણીને ચોંકી જશો - Sandesh
  • Home
  • World
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કરાયો સનસનીખેજ દાવો, જાણીને ચોંકી જશો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કરાયો સનસનીખેજ દાવો, જાણીને ચોંકી જશો

 | 11:28 am IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવખત વિવાદોમાં ઘેરાઇ ગયા છે. હવે ટ્રમ્પ એ એક પોર્ન સ્ટાર સાથે સંબંધ બાંધ્યાની વાત સામે આવી છે. તેમણે પોર્ન સ્ટારને ચુપ રહેવા માટે કથિત રીતે લાખો રૂપિયા આપ્યા હતા. અમેરિકન અખબાર ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં તેનો દાવો કરાયો છે. તેમના મતે ડોનાલ્ડ ટ્રમ્પ 2006ની સાલમાં સ્ટીફેની ક્લિફોર્ડને એક ગોલ્ફ મેચ દરમ્યાન મળ્યા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના નામથી ફિલ્મોમાં કામ કરે છે. ત્યારબાદ બંને કથિત રીતે રિલેશનશીપમાં રહ્યા હતા.

આપને જણાવાનું કે ટ્રમ્પ અને મેલાનિયાના લગ્ન આના એક વર્ષ પહેલાં જ થઇ ચૂકયા હતા. રાષ્ટ્રપતિના એક ખાનગી વકીલ એ જાહેરમાં તેનો ઉલ્લેખ કરવા માટે ક્લિફોર્ડને 1.30 લાખ ડોલર (82.69 લાખ રૂપિયા)ની ચૂકવણી કરી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલીય મહિલાઓએ તેમના પર આવા આરોપ લગાવી ચૂકયા છે. હવે આ સિલસિલામાં નવો મામલો ઉજાગર થતાં ટ્રમ્પની મુશ્કેલી ફરીથી વધી શકે છે.

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ પ્રમાણે ક્લિફોર્ડ વર્ષ 2016મા એબીસી ન્યૂઝ ચેનલ સાથે ટ્રમ્પની સાથેના સંબંધોને લઇ વાત કરવા માટે રાજી થઇ ગઇ હતી. પરંતુ ચૂંટણીની ઠીક પહેલા ટ્રમ્પ અને ક્લિફોર્ડની વચ્ચે એક કરાર થયો હતો જેથી કરીને આ વાતને જાહેર ના કરી. ટ્રમ્પના વકીલ માઇકલ કોહેન એ ક્લિફોર્ડના વકીલ કીઠ ડેવિડસનના માધ્યમથી આ મામલાને દબાવામાં સફળ રહ્યા હતા.

મીડિયા રિપોર્ટના મતે ક્લિફોર્ડ ‘સ્લેટ’ નામની મેગેઝીન સાથે પણ આ મુદ્દા પર વાત કરવાની હતી. કોહેન એ આ મામલામાં કોઇપણ પ્રકારની ભૂમિકાની ના પાડતા કહ્યું કે ટ્રમ્પ એ પોર્ન સ્ટારની સાથે કથિત સંબંધોની વાતને નકારી દીધી છે. ક્લિફોર્ડ એ અગાઉ ટ્રમ્પની સાથે કોઇપણ પ્રકારના સંબંધોને રદ કર્યા હતા. તેણે જાહેરમાં આ વાત સામે ના આવે તેના માટે પૈસા લીધા છે તે વાતનો પણ ઇન્કાર કર્યો છે.

રિપોર્ટ સામે આવ્યા બાદ વ્હાઇટ હાઉસ એ શુક્રવાર (12 જાન્યુઆરી)ના રોજ આના પર નિવેદન રજૂ કરવું પડ્યું. તેમાં કહ્યું છે કે ‘આ સમાચાર જૂના અને રીસાઇકલ્ડ છે. ચૂંટણી પહેલાં આ રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેને રદ કરી દેવાયો હતો.’ ક્લિફોર્ડના વકીલ કોહેન એ ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ પર એક વર્ષથી પણ વધુ સમયથી બોગસ સમાચાર પ્રકાશિત કરવાનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં વર્ષ 2016માં પણ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં મોડલ કેરેન મૈકડોગલની સાથે સંબંધોને છુપાવા માટે 1.50 લાખ ડોલર (95.41 લાખ રૂપિયા) આપવાની વાત કહેવામાં હતી. રિપોર્ટના મતે ટ્રમ્પ એ મૈકડોગલની સાથે કથિત રીતે એક દાયકા પહેલાં સંબંધ બનાવ્યા હતા.