પોર્ટફોલિયો રિશફલ કરવાનો ઉત્તમ સમય - Sandesh
NIFTY 10,993.40 -25.50  |  SENSEX 36,509.90 +-31.73  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

પોર્ટફોલિયો રિશફલ કરવાનો ઉત્તમ સમય

 | 12:14 am IST

મીડ કેપ વ્યૂ :- નયન પટેલ

૫ ફેબ્રુઆરી બાદ છેલ્લા ૧ મહિનાથી નિફ્ટી નાની રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહી છે. ઉપરમાં નિફ્ટી ૧૦,૬૦૦ ઉપર ગઈ છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવાયું છે તો નીચામાં ૧૦,૩૦૦ નજીક આવી છે ત્યાંથી બાઇંગ જોવા મળ્યું છે. આમ આ ૩૦૦-૩૨૫ની રેન્જમાં નિફ્ટી વોલેટાઈલ ટ્રેન્ડ દર્શાવી રહી છે. વૈશ્વિક બજારોમાં પણ એક બાઉન્સ બેક બાદ ફરીથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારાની સંભાવનાએ ઈર્મિંજગ માર્કેટમાંથી એફઆઈઆઈએ મોટા પાયે વેચવાલી કરી છે જો કે ત્રીજા ક્વાર્ટરના જીડીપી નંબર બાદ ભારતમાં આવનાર સમયમાં ગ્રોથ પાછો ફરી રહ્યો છે એના મજબૂત સંકેત મળી રહ્યા છે. ૨૮ માર્ચ સુધી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળે એવી સંભાવના લાગી રહી છે ત્યારે માર્ચ મહિનાનો રોકાણકારો માટે પોર્ટફોલિયો રિશફલ કરવાનો ઉત્તમ સમય બન્યો છે એવું અમને લાગી રહ્યું છે.

એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૦,૩૯૫ અને ૧૦,૫૭૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે., એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ ૫ માર્ચ, ૯ માર્ચ અને ૧૨ માર્ચ માર્કેટ માટે ખૂબ જ મહત્ત્વની ર્ટિંનગ રહેશે.

ડાર્ક હોર્સ

દામોદર ઈન્ડસ્ટ્રીઝ (૫૨૧૨૨૦ અને એનએસઈ) (૧૪૨.૨) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)

દામોદર ઈન્ડસ્ટ્રીઝ કોટન અને ફેન્સી યાર્નનું ઉત્પાદન કરે છે. યાર્નની વિવિધ રેન્જનું ઉત્પાદન કરીને કંપની વિશ્વના ૪૦થી વધારે દેશોમાં નિકાસ પણ કરે છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ. ૧૧.૧૩ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૮૨.૩૨ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૬૯.૧૯ ટકા સ્ટેક ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ૭૯.૧૨ ટકા ઊછળીને રૂ. ૩.૬૯ કરોડ થયો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફો ૩૫.૦૯ ટકા ઉછળીને રૂ. ૯.૨૦ કરોડ થયો છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧૪ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થઈ રહ્યો છે. કંપની ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ ધરાવે છે અને ૨૦૦૯થી દર વર્ષે કંપનીએ ડિવિડંડ વધારીને ચૂકવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માટે કંપનીએ ૨૮ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીએ રૂ. ૧૪૦ કરોડના ખર્ચે મેગા વિસ્તરણ શરૂ કર્યું છે જે ક્ષમતા હવે કાર્યરત થતી જોવાશે. વિસ્તરણ પૂરું થયા બાદ કંપનીના ટર્નઓવરમાં રૂ.૨૫૦ કરોડનો વધારો થશે ત્યારે વર્તમાન ભાવે આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૧૨૫ના સ્ટોપલોસ સાથે મધ્યમગાળાના રોકાણ માટે ધ્યાનમાં રાખી શકાય.

સ્ટોક વોચ

ઊકલ ફ્યૂઅલ (૫૦૦૪૬૪ અને એનએસઈ) (૨૭૧) (ફેસવેલ્યૂ રૂ. ૧૦)

ઓટો સેક્ટર માટે કાર્બોરેટર્સ, ફ્યૂઅલ પંપ અને અન્ય એન્સિલરી પ્રોડક્ટ્સ બનાવતી કંપની ૫ પ્લાન્ટ્સ ધરાવે છે. કંપની મારુતિ, હ્યુન્ડાઈ, બોશ, જનરલ મોટર, ટીવીએસ મોટર, બજાજ ઓટો, સુઝુકી, યામાહા, હીરો મોટો જેવા ક્લાયન્ટ્સ ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ૯૩.૭ ટકા વધીને રૂ. ૧૧.૬૮ કરોડ થયો છે. જ્યારે નવ મહિનામાં નફો ૪૧.૬૬ ટકા વધીને રૂ.૩૧.૪૫ કરોડ થયો છે. ઓટો સેક્ટરના વેચાણ સતત વધી રહ્યા છે. જેનો ફાયદો ઓટો એન્સિલરી કંપનીઓને પણ મળી રહ્યો છે. કંપની ઈન્વેસ્ટર ફ્રેન્ડલી છે અને નાણાકીય વર્ષ ૨૦૧૭ માટે ૫૦ ટકાનું સુંદર ડિવિડંડ ચૂકવ્યું હતું. જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૨૫૦ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં ટૂંકાથી મધ્યમગાળાનું ધ્યાન રાખી શકાય.

માર્કેટમાંથી સાંભર્ળ્યું છે

હરિયાણા શિપ બ્રેકર્સ (૫૨૬૯૩૧) (૧૦૦.૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

ડિસેમ્બર ક્વાર્ટરમાં ટર્નએરાઉન્ડ અને નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં નફામાં ૩૦૯ ટકાનો વધારો જોવાયો છે. વર્તમાન ભાવે સ્ટોક માત્ર ૪.૫ ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થઈ રહ્યો છે. મુંબઈ બેઇઝ કેટલાક એચએનઆઈ આ કાઉન્ટરમાં સક્રિય છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૮૪ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં રોકાણમાટે ધ્યાન રાખી શકાય.

ડાયનામિક ઈન્ડસ્ટ્રીઝ (૫૨૪૮૧૮) (૮૭) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)

ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો ૧૪૦ ટકા વધ્યો છે અને ૯ મહિનાનો નફો ૫૬ ટકા વધ્યો છે. કેટલાક મોટા એચએનઆઈ રોકાણકારો સ્ટોકને કોર્નરિંગ કરી રહ્યા હોવાની માર્કેટમાં ચર્ચા છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ.૭૫ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં ધ્યાન રાખી શકાય.

;