Positive report of one more woman in Bhavnagar city: 59 sample negative
  • Home
  • Bhavnagar
  • ગુજરાતમાં કોરોનાનો તાંડવ, ભાવનગર શહેરમાં વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટીવ, 59ના સેમ્પલ નેગેટિવ

ગુજરાતમાં કોરોનાનો તાંડવ, ભાવનગર શહેરમાં વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટીવ, 59ના સેમ્પલ નેગેટિવ

 | 8:07 am IST

ભાવનગર શહેર જિલ્લામાં આજે કોરોના વાઈરસ સંબધિત નમૂના લેવાનો લક્ષ્યાંક વધારવામાં આવ્યો છે, ત્યારે આજે સોમવારે ૫૯ નમૂના નેગેટિવ આવ્યા છે, પરંતુ વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે મહિલાના સસરા ઉસ્માનભાઈ અગાઉ પોઝિટિવ મૃત્યુ પામેલા વૃદ્ધ કરીમભાઈના સંપર્કમાં આવ્યા હતા.

ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવમાં એક વૃદ્ધનું મૃત્યુ સહિત ૧૨ કેસ પોઝિટીવ નોંધાયા હતો, જેમાં વધુ એક ઉમેરો થયો છે, આજે સોમવારે લેબમાં પરિક્ષણ માટે મોકલેલા નમૂનાઓ પૈકી ૫૯ નમૂના નેગેટિવ આવ્યા હતા, પરંતુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જિલ્લા વિકાસ અધિકારી વરૃણકુમાર બરનવાલએ જણાવ્યું હતુ કે, ભાવનગરના વડવા સીદીવાડમાં રહેતા સબનાબેન અસરફભાઈ મુલતાણી (ઉ.વ.૨૯)નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જેઓને સમરસ હોસ્ટેલમાથી સરટી. હોસ્પિટલ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા.

અગાઉ આ મહિલાના સસરા ઉસ્માનભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તા. ૨૬ માર્ચે મૃત્યુ પામેલા કરીમભાઈ શેખના સંપર્કમાં ઉસ્માનભાઈ આવ્યા હતા. લોકલ ટ્રાન્સમીશનના લીધે પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં એક મૃત્યુ સહિત કુલ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન