Indian Army planning to deploy number of air defense units close to border
  • Home
  • Featured
  • પાકિસ્તાન હવે ગુજરાતથી થરથર કાંપશે…! ભારતીય સેનાએ લીધો આ મોટો નિર્ણય

પાકિસ્તાન હવે ગુજરાતથી થરથર કાંપશે…! ભારતીય સેનાએ લીધો આ મોટો નિર્ણય

 | 8:30 am IST

ભારતીય સેના એ જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન કે જે પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર છે ત્યાં એર ડિફેન્સ યુનિટને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લેવાનું કારણ બંને દેશોની વચ્ચે બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સૈન્ય-તણાવ યથાવત છે. તાજા તૈનાતીનો હેતુ સરહદ પારથી કોઇ હવાઇ સૈન્ય કાર્યવાહી થાય તો તેની સામે જવાબી કાર્યવાહી કરી શકાય.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાન સેનાની અંદર ભારતનો ડર એ કદર હાવી છે કે બાલાકોટ હુમલાના બે મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ પોતાની સરહદની નજીક મોટી સંખ્યામાં સેનાની ટુકડીઓને તૈનાત રખાઇ છે. સરહદની નજીક સામરિક રીતે મહત્વપૂર્ણ શકરગઢ સેકટરમાં અંદાજે 300 ટેન્ક હજુ પણ તૈનાત છે. 26મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના એ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદી મરી ગયા. આઇએએફની આ કાર્યવાહી બાદ બંને દેશોમાં તણાવ વધી ગયો હતો.

સરહદ પર તૈનાત છે પાકિસ્તાનની ત્રણ બ્રિગેડ
આઇએએફની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પીઓકેની નજીક સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. જો કે થોડાંક સમય બાદ તેમણે આ તૈનાતીમાં ઘટાડો કર્યો પરંતુ હજુ પણ 124 આર્મર્ડ બ્રિગેડ, 125 આર્મર્ડ બ્રિગેડ અને 8 અને 15 ડિવીઝનની સરહદથી વાપસી કરી નથી. પાકિસ્તાની સેનાની ટુકડીઓ હજુ પણ ત્યાં હાજર છે. આ અંગે એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની 30 કોરની મદદ માટે ત્યાં એક સ્વતંત્ર રીતે આર્મર્ડ બ્રિગેડ હાજર છે. રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છે કે પાકિસ્તાને સરહદ પર સૈન્ય ટુકડીઓની જે આક્રમક સંરચના તૈયાર કરી છે, તેમાં તેની મદદ થલ સેનાની હશે.

રિવ્યુ બાદ નિર્ણય
મળતી માહિતી પ્રમાણે ચાર રાજ્યોની એર ડિફેન્સ યુનિટની સરહદ પર તૈનાતીનો નિર્ણય ઇન્ડિયન આર્મી ઇન્ટરનલ રિવ્યુ મીટિંગમાં લેવાયો. આ રિવ્યુ મીટિંગ ભારતની એરફોર્સ દ્વારા પાકિસ્તાનની સરજમીં (બાલાકોટ) પર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટેરર કેમ્પને ધ્વસ્ત કરવાની કાર્યવાહી બાદ બોલાવાઇ હતી. આર્મીના એક ઓફિસરે કહ્યું કે એર ડિફેન્સ યુનિટની સરહદની નજીક તૈનાતીથી કોઇપણ આક્રમણથી માત્ર તેની સામે લડી જ શકાય નહીં પરંતુ એ વિસ્તાર સુધી જ તેને મર્યાદિત કરી શકાય.

ઘાતક હથિયારોથી લેસ
આપને જણાવી દઇએ કે ભારતના એર ડિફેન્સ યુનિટનું નેતૃત્વ હાલ લેફ્ટિનેંટ જનરલ એપી સિંહ કરી રહ્યા છે. આ યુનિટ્સમાં ભારત અને ઇઝરાયલની મદદથી તૈયાર MR-SAM, આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ, બોફોર્સ 40 mm ગન અને અન્ય કારગર અજમાવા મારક હથિયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન