post-department-to-set-up-insurance-company-in-2-years
  • Home
  • Business
  • પેમેન્ટ્સ બેન્ક બાદ પોસ્ટ વિભાગ લાવશે આ સુવિધા

પેમેન્ટ્સ બેન્ક બાદ પોસ્ટ વિભાગ લાવશે આ સુવિધા

 | 2:44 pm IST

ભારતીય પોસ્ટ વિભાગ 2 વર્ષમાં ઈશ્યોરન્સ કંપનીની શરૂઆત કરશે. સંચાર મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યુ હતુ કે પેમેન્ટ્સ બેન્ક બાદ પોસ્ટવિભાગ હવે ઈશ્યોરન્સ કંપનીની શરૂઆત કરશે.પોસ્ટ વિભાગ તેનો ક્લેવર બદલી રહ્યું છે. પેમેન્ટ્સ બેન્કના રૂપે વિસ્તરણ કરી હવે ઈશ્યોરન્સ કંપની ગઠનનો નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રીએ 1 સપ્ટેમ્બરે ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક IPPBને લોન્ચ કરી છે. આનો ઉદ્દેશ્ય બેન્કીંગ સેવાને ઘર ઘર પહોંચાડવાનો છે. ત્રીસ લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક લોકોને તેમના ઘરે જઈને નાણાકીય સેવાઓ આપશે. એપ્રીલથી DoP પાર્સલ ડાયરેક્ટરોની શરૂઆત કરી હતી, હવે પાર્સલ મોકલાવવા સરળ થશે. પહેલા પાર્સલ રેટ, ભારી ડિલ અને સ્પેશિયલ સ્કીમની લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી.

હાલના સમયે પોસ્ટ વિભાગ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને સૌથી જૂનું લાઈફ ઈશ્યોરન્સમાંથી એક પોસ્ટલ લાઈફ ઈશ્યોરન્સ આપશે, જેની શરૂઆત 1884થી કરવામાં આવી હતી. તેના પછી માર્ચ 1995માં ગ્રામીણ વિસ્તારમાં રહેનાર કમજોર વર્ગ માટે રૂરલ પોસ્ટલ લાઈફ ઇશ્યોરન્સની સ્કીમની શરૂઆત કરી હતી. 31 માર્ચ 2017 સુધીમાં દેશમાં 16.8 લાખ લોકો પાસે PLI અને 146.8 લાખ લોકો પાસે RPLI પોલિસી હતી. સિન્હાએ આ વર્ષે PLIને પ્રોફેશનલ્સ માટે ખોલવાની ઘોષણા કરી હતી. –