post diwali detox tips know how to lose festive weight
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તહેવારોમાં મીઠાઈના કારણે શરીર થઈ ગયું છે ખરાબ? તો આ રીતે શરીરને કરો અંદરથી સાફ

તહેવારોમાં મીઠાઈના કારણે શરીર થઈ ગયું છે ખરાબ? તો આ રીતે શરીરને કરો અંદરથી સાફ

 | 4:25 pm IST
  • Share

દિવાળીનો તહેવાર અને ભાઈબીજનો તહેવાર લોકોએ ઉલ્લાસભેર ઉજવ્યો. લોકોએ પેટ ભરીને મીઠાઇ પણ ખાઝી હશે, જો કે હજુ પણ મીઠાઈ ખાવાની પ્રક્રિયા પૂરી નથી થઈ. તહેવારોમાં દિનચર્યા બગડી જાય છે અને કસરત પણ થતી નથી. મોટાભાગના લોકો તહેવાર પછી વજન વધી જવાની ફરિયાદ કરે છે. તો તમારા માટે કેટલીક સરળ ટીપ્સ છે જે શરીરને ડિટોક્સ એટલે કે અંદરથી સાફ કરી નાખશે અને સાથે જ વજન ઘટાડવામાં મદદ કરશે.

સવારે ગરમ લીંબુનું પાણી પીવો

તમારા દિવસની શરૂઆત લીંબુના પાણીથી કરો. અડધી ચમચી લીંબુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પી જાઓ. લીંબુ પાની શરીરને ઝડપથી ડિટોક્સ કરે છે.

પ્રોટીનની માત્રામાં વધારો કરો

પ્રોટીન વજન ઘટાડવામાં સૌથી અસરકારક માનવામાં આવે છે. પ્રોટીન સ્નાયુઓને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારા ખોરાકમાં ઇંડા, ચિકન, કઠોળ, દાળ અને કઠોળ જેવા ખોરાક શામેલ કરો. તમારી ભૂખને કાબૂમાં રાખવાની સાથે કેલરીનું સેવન પણ ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફાઈબર વધારો

ફાઇબરને નેચરલ ડિટોક્સિફાઇંગ એજન્ટ માનવામાં આવે છે. તમારા ખોરાકમાં પુષ્કળ ફાઇબર શામેલ કરો. આ માટે કાકડી, ગાજર, કચુંબર, લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. જે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવશે.

પુષ્કળ પાણી પીવો

તહેવારો દરમિયાન અલહેલ્દી ખોરાક ખાધા પછી શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ માટે, પાણીથી વધુ સારું કંઈ જ નથી. દિવસ દરમિયાન 8-9 ગ્લાસ પાણી પીવો જે તમારા શરીરમાંથી તમામ ઝેર દૂર કરશે.

સારી ઉંઘ કરો

ઉંઘનો અભાવ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તહેવારો સમાપ્ત થઈ ગયા છે અને હવે તમે સૌ પહેલાં તમારી ઉંઘ પુરી કરો. સૂવાના સમયે એક કપ હળદરમાં થોડું તજ, આદુ પાવડર અને ગોળ નાખો. આ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને તમને સારી ઉંઘ પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન