Post-mortem report shows Woman killed in the face and nose
  • Home
  • Gujarat
  • આંબલીના ઝાડ પર લટકતી પરિણીતાની લાશ, PM રિપોર્ટે ખોલી હત્યારા પતિની પોલ

આંબલીના ઝાડ પર લટકતી પરિણીતાની લાશ, PM રિપોર્ટે ખોલી હત્યારા પતિની પોલ

 | 9:12 pm IST

હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામની પરણીતાએ અગમ્ય કારણોસર સુરાજપુર ગામની સીમ માં ખાટીઆંબલી ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ મોતને ભેટી લેતા હાલોલ રૂરલ પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પોસ્ટ મોટામ કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવાર જાણો ને સોંપ્યો હતો. પોસ્ટ મોટમનો રિપોર્ટમાં પરિણીતાનું મોત મોઢું તથા નાક દબાવી મોત નિપજાવ્યું હોવાનું આવતા પોલીસે પરિણીતાના પતિ તેમજ તેના અન્ય સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ચાંચડીયા ગામ ના મણિલાલ જાદવ ની દીકરી જશોદાના લગ્ન આથી 12 વર્ષ પહેલા આંબાવાડિયા ગામે અતુલ નટવરલાલ પરમાર સાથે થયા હતા. પાંચ દિવસ પહેલા જશોદાબેન એ કોઈ અગમ્ય કારણોસર સુરાજપુરા ગામ ની સીમ માં આવેલ ખાટીઆંબલી ના ઝાડ ઉપર સાડી બંધી ગળે ફંસોખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસેઅકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટ મોર્ટમ કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો હતો.

ગત રોજ રેફ્રલ હોસ્પિટલ ના મેડિકલ ઓફ્સિરે પી.એમ.રિપોર્ટ રૂરલ પોલીસ ને આપતા તેમાં જણાવ્યું હતું મારી જનારનું મોત નાક તથા મોઢું દબાવવાથી શ્વાસ રૂંધાઇ જતા મોત નીપજ્યું છે. જેથી હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ એમ ઝેડ પટેલે જીંવત ભરી તાપસ કરતા બહાર આવ્યું હતું કે પતિના મનમાં શંકાનો કીડો સળવળ્યો હતો. જેને લઈ ને અતુલે સગા સંબંધીઓને ગેસ્ટ હાઉસ ખાતે બોલાવી જશોદાબેનને લઈ આંબાવાડિયા ગામ ગયા હતા. જ્યાં ગ્રામજનોને બોલાવી હકીકત થી વાકેફ્ કર્યા હતા જેમાં જશોદા ના સંબંધીઓએ તેણીએ ભૂલ કરી હોવાનું જણાવી તેને પિયર લઈ જવા તૈયારી દર્શાવી હતી. પરંતુ અતુલે મોકલવાની ના પાડતા તેના પરિવારજનો જશોદને આંબાવાડિયા ગામે મૂકી જતા રહ્યા હતા.

જે બાદ ગત તારીખ 28 નવેમ્બરના રોજ સવારે રવાલિયા ગામમાં આવેલ સુરજપુરા ફ્ળીયા ખાતે ફંસો ખાધેલી હાલતમાં જશોદાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પી.એમ. રીપોર્ટમાં મરણજનાંર જસોદાનું નાક તથામોઢું દબાવવાથી શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. જેમાં તેની હત્યા ઠંડા કલેજે કરાઈ હોવાનો ઘટસ્ફેટ થતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જશોદા ના કાકાના છોકરા દલપત સિંહે રૂરલ પોલિસ મથકે અતુલ તેમજ અન્ય ઈસમો વિરુદ્ધ સાથે મળી એક બીજાની મદદગારી કરી જશોદાની હત્યા કરી હોવા અંગેનો ગુનો નોંધાવતા.પોલીસે શંકાને લઇ જશોદા ના પતિ તેમજ તેના સાગરીતો સામે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન