નોટબંધી પછી મોટી રોકડ જમા કરાવી હોય તો ૩૧ માર્ચ સુધીમાં રિટર્ન ભરવું પડશે - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નોટબંધી પછી મોટી રોકડ જમા કરાવી હોય તો ૩૧ માર્ચ સુધીમાં રિટર્ન ભરવું પડશે

નોટબંધી પછી મોટી રોકડ જમા કરાવી હોય તો ૩૧ માર્ચ સુધીમાં રિટર્ન ભરવું પડશે

 | 3:56 am IST

નવી દિલ્હી, તા. ૯

આવકવેરા વિભાગે નોટબંધી પછી મોટી રોકડ રકમ જમા કરાવનારા તેમજ કંપનીઓને ૩૧ માર્ચ સુધીમાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮નાં રિટર્ન અથવા સુધારેલાં રિટર્ન ફાઇલ કરવા સૂચના આપી છે. આ રિટર્ન ફાઇલ કરવાની આ છેલ્લી તક રહેશે. આવકવેરા વિભાગે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે આવા કરદાતાને મુદતની અંદર રિટર્ન ફાઈલ નહીં કરે તો દંડ અને ફરિયાદની કામગીરીનો સામનો કરવો પડશે.

વિભાગે આ પ્રકારે રિટર્ન ભરવા જવાબદાર હોય તેવા ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંગઠનોને મુદત પૂરી થતાં સુધીમાં રિટર્ન ફાઇલ કરવા જણાવ્યું છે. અગ્રણી અખબારોમાં જાહેરખબર આપીને વિભાગે આ સૂચના આપી છે.

વિભાગે કહ્યું છે કે આવા કરદાતા માટે રિટર્ન ફાઇલ કરવા હજી સમય છે. કરદાતા છેલ્લી ઘડીની ઉતાવળોથી બચવા સમયસર રિટર્ન ફાઇલ કરે તેમ કહેવામાં આવ્યું છે. વિભાગે કહ્યું છે કે તમારાં ખાતામાં મોટી રકમના રોકડનાં ટ્રાન્ઝેક્શન થયાં હોય તો રિટર્ન ફાઇલ કરતી વખતે તેને ધ્યાને લેવાના રહેશે. રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે કે ભૂલભરેલાં રિટર્ન ફાઇલ કરવામાં આવશે, તો તેને પરિણામે દંડ અને ફરિયાદ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડશે. તમામ કંપની, પેઢી, લિમિટેડ કંપની કે ભાગીદારી પેઢીઓએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે.

IT અધિકારી પાંચથી વધુ સવાલ નહીં પૂછી શકે

રિટર્નની ચકાસણી વખતે કરદાતાને પૂછવામાં આવતા પ્રશ્નોની પ્રક્રિયામાં આવકવેરા વિભાગે ફેરફાર કર્યો છે. હવે કોઈપણ અધિકારી કરદાતાને આ ચકાસણી વખતે પાંચથી વધુ સવાલ નહીં પૂછી શકે. પ્રશ્નો કયા હશે તે પણ વિભાગ જ નક્કી કરશે. આવકવેરા અધિકારી અને કરદાતા વચ્ચેના સીધા સંપર્કને ઘટાડવા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ફરિયાદો મળતી રહેતી હતી કે અધિકારીઓ કરદાતાને ધમકાવીને પરેશાન કરતા હતા.

;