Post the reel on Instagram and get a bonus of Rs 7.5 lakh
  • Home
  • Tech
  • ઈન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરનારને એપ આપે છે 7.5 લાખ રૂપિયાનું બોનસ

ઈન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરનારને એપ આપે છે 7.5 લાખ રૂપિયાનું બોનસ

 | 10:58 pm IST
  • Share

  • ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરો અને મેળવો બોનસ
  • એપ પર રીલ્સ પર વીડિયો પોસ્ટ કરી લાખોની કમાણી કરો
  • ‘રીલ્સ’ નામના મોટા વીડિયો પોસ્ટ કરવા માટે 10,000 ડૉલર સુધી કમાવાની તક

કથિત રીતે મેટાની માલિકીનું ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરવા માટે કન્ટેન્ટ ક્રિએટર્સને 10,000 ડૉલર (લગભગ રૂ. 7.4 લાખ રૂપિયા) સુધીનું બોનસ ઓફર કરી રહ્યું છે. આ બોનસથી ઈન્સ્ટાગ્રામને વધુ ક્રિએટર્સ લાવવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે જેઓ એપ પર રીલ્સ પર વીડિયો પોસ્ટ કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રિએટરને હવે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામના હિસ્સા સ્વરૂપે ‘રીલ્સ’ નામના મોટા વીડિયો પોસ્ટ કરવા માટે 10,000 ડૉલર સુધી કમાવાની તક મળશે.

જોકે ઈન્સ્ટાગ્રામે એ સ્પષ્ટ નથી કર્યું કે રીલ્સ પ્લે બોનસ પ્રાગ્રામના ભાગ સ્વરૂપે રીલ્સ બનાવીને ક્રિએટર્સ બોનસમાં કેવી રીતે પૈસા કમાઇ શકે છે.

મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, 50,000થી વધુ ફોલોઅર્સવાળા ક્રિએટર્સ એક મહિનામાં 1,000 ડૉલર કમાઇ શકે. જોકે સમાન સંખ્યામાં વપરાશકર્તાઓ ધરાવતા ક્રિએટરો માત્ર 600 ડૉલર કમાયા છે માટે એ સ્પષ્ટ નથી કે ઇન્સ્ટાગ્રામ ઉપયોગકર્તાઓને બોનસ કેવી રીતે આપે છે. આ દરમિયાન મંચ પર અન્ય ક્રિએટરોએ કહ્યું કે, તેમણે એક મહિનામાં પોસ્ટ કરેલી તમામ રીલો પર 1.7 મિલિયન વ્યૂ સુધી પહોંચવા પર 800 ડૉલરની કમાણી કરી.

ઇન્સ્ટાગ્રામ અનુસાર, બોનસ કાર્યક્રમનું પરીક્ષણ કેટલાક ક્રિએટર્સ સાથે કરવામાં આવ્યું છે. અને ઉપયોગકર્તાઓને ‘જ્યાં સુધી અમે શરૂઆત કરી રહ્યા છીએ, ત્યાં સુધી તેમને ઉતાર-ચઢાવની આશા રાખવી જોઇએ.’ જોકે કંપનીનો દાવો છે કે ભવિષ્યમાં બોનસ વ્યક્તિગત રીતે વધુ થઇ જશે.

ઇન્સ્ટાગ્રામ ધીરે-ધીરે બોનસને રોલ આઉટ કરી રહ્યું છે. જે અત્યાર સુધી તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધલ નથી. ઉદાહરણ તરીકે અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ નિર્માતા માત્ર આ બોનસ મેળવી શકે છે. સોશિયલ મીડિયા કંપનીએ અત્યાર સુધી ભારત અથવા અન્ય મહત્ત્વપૂર્ણ બજારોમાં બોનસ કાર્યક્રમ શરૂ કર્યા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો