New Poster Released of Akshay Kumar's Film Kesari
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું નવું પોસ્ટર રીલીઝ, લખ્યું છે ‘કેસરીયું’ કેપ્શન

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું નવું પોસ્ટર રીલીઝ, લખ્યું છે ‘કેસરીયું’ કેપ્શન

 | 4:17 pm IST

અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘2.0’ને લઇને ચર્ચામાં છે. હવે તેની ફિલ્મ ‘કેસરી’નું નવુ પોસ્ટર રીલીઝ થઇ ગયું છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. ફિલ્મનાં આ નવા પોસ્ટરમાં અક્ષય કુમાર ઘણા બધા સિખ સૈનિકો સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે. અક્ષય વર્દી અને પાઘડીમાં સિખ સૈનિકોનાં સમૂહનું નેતૃત્વ કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘કેસરી’નાં આ પોસ્ટરમાં અક્ષય કુમારનાં બે અલગ અલગ અવતાર જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટરનાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘આજ મેરી પગડી ભી કેસરી…જો બહેગા વો લહુ ભી કેસરી….ઔર મેરા જવાબ ભી કેસરી.’ ફિલ્મ ‘કેસરી’ની વાર્તા 12 સપ્ટેમ્બર 1897નાં રોજ થયેલી સારાગઢીની લડાઈ વિશે છે, જ્યાં બ્રિટિશ ભારતની રેજિમેન્ટનાં 21 સિખ સૈનિકોએ સારાગઢી પર હુમલો કરનારા 10 હજાર અફઘાન સૈનિકો સામે યુદ્ધ કર્યું હતુ.

અક્ષય કુમાર આ ફિલ્મમાં હવલદાર ઇશર સિંહની ભૂમિકામાં જોવા મળશે, જેમણે પોતાની રેજિમેન્ટ સાથે મળીને અફઘાન સૈનિકોએ કરેલો હુમલો રોક્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 21 માર્ચ, 2019નાં રોજ રીલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન