બટાકાના ઉપયોગથી બનતી આ બંદૂક ખેડૂતો માટે બનશે આર્શીવાદરૂપ - Sandesh
  • Home
  • Bhuj
  • બટાકાના ઉપયોગથી બનતી આ બંદૂક ખેડૂતો માટે બનશે આર્શીવાદરૂપ

બટાકાના ઉપયોગથી બનતી આ બંદૂક ખેડૂતો માટે બનશે આર્શીવાદરૂપ

 | 9:29 am IST

સમગ્ર ગુજરાતમાં નીલગાય, રોઝ તેમજ ભુંડનાં ત્રાસ વધી રહ્યો છ. આ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો પરેશાન થઇ ગયો છે. આ રખડતા પ્રાણીઓ ગમે ત્યારે આવીને ખેતરોમાંનો ઉભો પાક બગાડી દે છે. ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા માટે એક પોટેટો ગન તેયાર કરવામાં આવી છે. માત્ર 4૦૦ રૂપિયામાં પોટેટો ગન તેયાર થાય છે. ખેડૂતો થતું લાખો કરોડો રૂપિયાના નુકશાન અટકાવવામાં પોટેટો ગન ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

કચ્છના ભુજ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એજ્યુકેશલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે આયોજિત તૃતીય એજ્યુકેશલ ઇનોવેશન ફેરમાં 52 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે પોટેટો ગન મુલાકાતીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહી. અબડાસા તાલુકાના સાંધવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિજ્ઞાન એકમ ડાઈટના વિધાર્થી દ્વારા પોટેટો ગન તેયાર કરવામાં આવી છે.

ખેડૂતોને નીલગાય રોઝ અને ભૂંડનાં ત્રાસથી થતું નુકશાન અટકાવવા માટે ખાસ પોટેટો ગન બનાવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતના પોતાના ખેતરમાં નીલગાય, રોઝ, ભૂંડ તેમજ રખડતા ઢોરના કારણે ખેડૂતોનાં ઉભા પાક ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે. માત્ર ૪૦૦ રૂપિયામાં તેયાર થતી પોટેટો ગન ખેડૂતો નીલગાય, રોઝ અને ભૂડ જેવા પ્રાણી થતું નુકશાન અટકાવવામાં ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

પી.વી.સી. પાઈપમાંથી પોટેટો ગન તેયાર કરવામાં આવી છે. જેમાં લાઈટર, બટેકા અને સ્પ્રે ઉપયોગ કરી ગન ફાયર કરવામાં આવે છે. બંદૂકના છેડેથી બટેકાને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એન્ડ કેપ ખોલી એરોસોલ સ્પ્રે છંટકાવ કરી કેપ બંધ કરવામાં આવે છે. જેના કારણે રાસાયણિક પ્રક્રિયા કારણે C02 + H20 પેદા થાય છે. પરિણામે ગનમાંથી પ્રચંડ અવાજ સાથે ફાયર થાય છે. ખેડૂતો પોતાના ખેતરમાં પોટેટો ગન ઉપયોગ કરીને નીલગાય, રોઝ અને ભૂંડ જેવા પ્રાણીઓથી થતું નુકશાન અટકાવી શકે છે. આમ આ પોટેટો ગનનો ઉપયોગ કરીને કોઇપણ જાતની હિંસા વગર પાકને થતું નુકશાન અટકાવી શકાઈ છે.