મરઘાંપાલકોને નુકસાન કરાવતી ફૂગજન્ય વનસ્પતિની ઓળખ અને ઉપાય-૨ - Sandesh
  • Home
  • Agro Sandesh
  • મરઘાંપાલકોને નુકસાન કરાવતી ફૂગજન્ય વનસ્પતિની ઓળખ અને ઉપાય-૨

મરઘાંપાલકોને નુકસાન કરાવતી ફૂગજન્ય વનસ્પતિની ઓળખ અને ઉપાય-૨

 | 9:32 pm IST

ફુગજન્ય ઝેર ઉત્પન્ન કરનાર પરિબળોની માહિતી આપણે મેળવી લીધી અને તેનાં નિયંત્રણના ઉપાય પણ જાણી લીધાં હવે એ શ્રેણીમાં આગળની વાત જાણીશું…

ફૂગજન્ય ઝેર (માયકોટોક્સિકોસેસ)

ઝેરકારકઅસરો નિયંત્રણનાં પગલાં

ફુગ જન્યઝેરનું ઉત્પાદન અને પ્રસારણ અગાઉ વર્ણવ્યા પ્રમાણે વિવિધ પરિબળો જેવાં કે લણણી, બીજ સંગ્રહણ, પર્યાવરણીય પરિબળો જેવાં કે તાપમાન અને ભેજનાં પ્રમાણ પર આધારિત છે. આ વિવિધ પરિબળોનું યોગ્ય રીતે અને યોગ્ય સમયે વ્યવસ્થાપન ફુગજન્ય ઝેર અને તેની ઝેરકારક અસરો નાબૂદ કરવામાં અસરકારક સાબિત થઈ રહે છે.

નિયંત્રણમાં મુખ્યત્વે…

લણણી પહેલાં

લણણી પહેલાંનું નિયંત્રણ વ્યાવહારિક રીતે અઘરું છે. તેમ છતાં આ નિયંત્રણનાં પગલાંમાં કિટકોનો ઉપદ્રવ અટકાવવો, પાકના અવશેષોનો નિકાલ અને પાકની ફેરબદલી, સિંચાઇ અને જમીનની પરિસ્થિતિ, સુકવણી અને સંગ્રહણની અસરકારક પધ્ધતિનો સમાવેશ થાય છે.

લણણી સમય દરમિયાન

લણણી સમય મોટા પ્રમાણમાં ફૂગજન્ય ઝેરના ઉત્પાદન માટે પ્રભાવકારક છે. લણણી જેમ બને તેમ પાકના સંપૂર્ણ વિકાસ અને પાકચક્રની પરિપૂર્ણતા સાથે હાથ ધરવી જરૂરી  છે. આ સમયનાં નિયંત્રણમાં વિવિધ પરિબળો જેવા કે સમયરેખા, સફઈ, પાકની પરિપક્વતા અને કૃષિ પેદાશોની સુકવણીને ધ્યાનમાં લેવા અનિવાર્ય છે.

લણણી પછી

આ દરમિયાનના નિયંત્રણમાં ફુગજન્ય ઝેરનું બિનઝેરીકરણ અને સુધારણાની પધ્ધતિઓ ખુબ જ મહત્વની બની રહે છે. બિનઝેરીકરણ પ્રક્રિયાઓ એવી હોવી જોઈએ કે જે કાર્યક્ષમ રીતે ફૂગજન્ય ઝેરનો નાશ અને નિકાલ કરે અને ઝેરી તત્વ તથા અન્ય અવશેષોનો ખાદ્ય અને ખાદ્યપેદાશોમાં સ્થાપિત થતા અટકાવે.

ફુગ જન્ય ઝેરનો વિશુદ્ધિકરણમાં વિવિધ પધ્ધતિઓ જેવી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પધ્ધતિકીય વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

ભૌતિક પદ્ધતિઓ

એન્ટી માયકોટિક તત્વો જેવાં કે સોરબિક એસિડ અને સોરબેટ, પ્રોપીઓનિક એસિડ અને પ્રોપીઓનેટ, બેન્ઝોઈક એસિડ અને બેન્ઝોએટ, પેરાબેન્સ, અસેટિક એસિડ અને તેના  ડીરાઈવેટિવ્સ જેવાં રસાયણોનો બીજ અને ખાધના સંગ્રહણમાં છંટકાવ કે ઉમેરણ ફુગનો  વિકાસ એટકાવે છે અને ફુગ જન્ય ઝેરનાં ઉત્પાદનમાં અવરોધ રૂપ બને છે.

વિવિધ વાનસ્પતિક ઓષધો અને મસાલાઓ જેવા કે લવિંગ, તજનું તેલ, રાઈ તથા બીજાં અન્ય મસાલાઓ, મરવો વગેરે ખૂબ સારી રીતે એન્ટી માયકોટિક ગુણધર્મ ધરાવે છે.

ચેપી અને દૂષિત દાણા અને તૈલીનું ઘનત્ત્વના આધારે વર્ગીકરણ/અલગતા (તારણ પધ્ધતિ) અને આવા બીજનો અંકુરણમાં ઉપયોગ ખુબ જ નોંધપાત્ર પધ્ધતિ છે.

સામાન્ય રીતે સૂર્યકિરણો હેઠળ ચેપી દાણાનું ઓજ પ્રકાશન અસરકારક રીતે ફુગ જન્ય ઝેરનું પ્રમાણ ઘટાડે છે.

ખાધનું પ્રક્રિયાકરણ

મોટાભાગનાં ફુગ જન્ય ઝેર સામાન્યપણે રૂમ તાપમાને સ્થિર હોય છે. ખાધનું પ્રક્રિયાકરણ જેવું કે વેટ મીલિંગ ભીનું દળાણ, ગાળણ, ઉકાળણ, રાંધણ, શુષ્ક અને તેલમાં શેકવાની વગેરે વિવિધ  ખાધ પ્રક્રિયાઓ ઝેરનો અસરકારક રીતે નિકાલ કરે છે.

રાસાયણિક બિનઝેરીકરણ

રાસાયણિક ઝેરીકરણ પ્રક્રિયામાં એમોનીએશન, જલીય/પ્રવાહી એમોનિયા, સોડિયમ હાઈડ્રોક્સાઇડ તથા અન્ય રસાયણો જેવાં કે એસિડ, બેઇઝ, આલ્ડિહાઈડ્સ, બાયસલ્ફઇટ્સ, ઓક્સિડાઇઝિંગ તત્વો અને વિવિધ ગેસોના ઉપયોગનો સમાવેશ થાય છે. પરંતુ રાસાયણિક બિન ઝેરીકરણ પ્રક્રિયા પશુપાલક મિત્રો માટે અપનાવી અઘરી છે. તેથી આ પધ્ધતિઓનો ઉપયોગ પશુચિકિત્સકની દેખરેખ હેઠળ તથા યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવો અનિવાર્ય બને  છે.

જૈવિક સુધારણા/નિષ્ક્રિયીકરણ-

જૈવિક સુધારણા/ નિષ્ક્રિયીકરણમાં…..

માયકોટોક્ષિનબાયન્ડિંગ તત્વો

વિવિધ માયકોટોક્સિન બાઈન્ડિંગ તત્ત્વો જેવાં કે સક્રિય કોલસો, બેન્ટોનાઇટ્સ, હાઇડ્રેટેડ સોડિયમ કેલ્શિયમ એલ્યુમીનો સિલીકેટ, ઝીઓલાઈટ અને પોલીવીનાઈલ પોલીપાયરોલિડોન(કૃત્રિમ રેઝિન) વિગેરેનું ખાદ્ય પેદાશોમાં યોગ્ય પ્રમાણમાં ઉમેરણ ફુગજન્ય ઝેર સામે પ્રતિકાર પૂરો પડે છે અને ફયદાકારક સાબિત થાય છે.

સૂક્ષ્મ જૈવિક જોડાણ તત્ત્વોમાં

સૂક્ષ્મ જૈવીક જોડાણ તત્વોમાં મનન ઓલિગોસેકેરઇડ્સ, વિવિધ પ્રકારના બેક્ટેરિયા જેવાં કે બાયફ્ડિો બેક્ટેરિયા, લેકટિક એસિડ અને પ્રોપીઓનિક એસિડ બક્ટેરિયા, વિવિધ પ્રકારની યીસ્ટ સેલ વોલ એક્સ્ટ્રેક્ટનો સમાવેશ થાય છે.

એન્ટિ ઓક્સિડન્ટ તત્વો

એન્ટીઓક્સિડંટ તત્વોનો રક્ષણાત્મક ગુણધર્મ ફુગ જન્યઝેરનાં કારણે થતાં નુકસાન સામે રક્ષણ પૂરું પડે છે. વિવિધ એન્ટીઓક્સિડન્ટ તત્વોમાં મુખ્યત્વે એસ્કોરબિક એસિડ(વિટામિન સી), ફીનોલિક તત્વો જેવાં કે ગેલિક એસિડ, વેનેલિક એસિડ, પ્રોટેકેટેચુઈક એસિડ, હાઇડ્રોક્સિ બેન્ઝોઈક એસિડ, કેટેસીન, કેફ્કિ એસિડ અને ક્લોરોજેનિક એસિડ, લાયકોપીન વિગેરે જેવાં તત્વોનો સમાવેશ થાય છે પરંતુ આ તત્વો તેમની ઊંચી કિંમતના લીધે  પશુપાલક/મરઘાં પાલક મિત્રોને આર્થિક રીતે પરવડે તેમ નથી.

વિવિધ વાનસ્પતિક ઉત્પાદન જેવા કે પર્ણો,  છાલ, કરમદાં, ફ્ળો, પુષ્પો વગેરે વિવિધ એન્ટી ઓક્સિડંટથી ભરપૂર હોય છે આ પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ અસરકારક નિવડી શકે છે.

વિટામિન એ ફુગજન્ય ઝેરથી થતાં નુકસાન સામે એન્ટીઓક્સિડન્ટ પ્રવૃત્તિ ધરાવે છે, આ વિટામિન  મુખ્યત્વે ગાજર, તજના તેલ અને મકાઇમાં ભરપૂર માત્રામાં હોય છે

વિટામિન ઇ અથવા સેલેનીયમ

વિટામિન ઇ તથા તેનું પૂરક શરીરમાં મહત્વપૂર્ણરીતે પ્રતિકાર શક્તિ વધારવામાં ભાગ ભજવે છે. આ વિટામિન અને તેનાં પૂરક મજબૂત પ્રમાણમા એન્ટિઓક્સિડંટ પ્રવૃત્તિ ધ્વારા ઓક્સિડેટિવ તાણ ઓછો કરે છે. તદુપરાંત આ વિટામીનો મરઘાંનાં વિકાસમાં પણ અસરકારક રીતે વધારો કરે છે.

ખોરાકના ઘટકોના વ્યવસ્થાપનમાં વિવિધ આહારનાં ઘટકો જેવાં કે ખાધ પ્રોટીન, ખાધ ચરબી, રેસાચક દ્રવ્યો, બર્ફ્સ તથા એન્ટી ઓક્સિડંટ તત્વોનું ખાધ સ્તર વધારવાથી ફુગ જન્યઝેરનું પ્રમાણ અને તેની અસરો નાબૂદ કરી શકાય છે. આ ઉપરાંત મરઘાં નાં શરીરના વૃદ્ધિ અને વિકાસ સુધારીને ઉત્પાદન એટલે કે ચિકનનું વજન અને ઇંડાની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.

મરઘાં પાલક/ પશુપાલક મિત્રો એ ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ તમામ નિયંત્રણ/નિવારણ/વ્યવસ્થાપન નાં પગલાં પશુચિકિત્સકનાં યોગ્ય માર્ગદર્શન હેઠળ અમલમાં લેવાં.

ઘરગથ્થું  ઉપચાર/નિયંત્રણમાં જૈતુનનું તેલ, નાળિયેરીનું તેલ, કુસુમનું તેલ, અથવા પશુની ચરબી ઉપરાંત વિવિધ સ્ત્રોતો જેવાં કે આદું, લસણ, હળદર,મેથી, ડુંગળી, મધપુડો, કુંવારપાંઠુ, ટામેટાં વિગેરે નો સુકવણી પછી બનાવેલ શુષ્ક પાઉડર કે જેમાં વિવિધ અસરકારક દ્રવ્યો/તત્વ રહેલ છે કે જેનો મરઘાંના આહારમાં ઉપયોગ કરવાથી રક્ષણ પૂરું પાડે છે ઉપરાંત પશુપાલક મિત્રોને આર્થિક રીતે નફકારક પણ સાબિત થઈ શકે છે.

  • ડો. અભિષેક બી. પરમાર, ડો. વી. આર.પટેલ, -ડો. જે. એમ. પટેલ, ડો. લાલા એમ. ચૌધરી અને ડો. મેઘા મોદી

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય,

નવસારી કૃષિ યુનીવર્સિટી,

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન