pour four drops in nostrils immediately after person become unconcious
  • Home
  • Featured
  • આ 4 ટીપાં નાકમાં નાખવાથી તરત હોંશમાં આવી જશે બેહોશ વ્યક્તિ

આ 4 ટીપાં નાકમાં નાખવાથી તરત હોંશમાં આવી જશે બેહોશ વ્યક્તિ

 | 12:25 pm IST

દરેક સમસ્યાનો ઉકેલ કુદરતમાં છુપાયેલો છે. પ્રકૃતિના દરેક ત્તત્વો કોઈને કોઈ કામમાં આવે છે. તુલસી પણ આવો જ એક પ્લાન્ટ છે, જે કુદરતે મનુષ્યને આપ્યો છે. સામાન્ય જેવા લાગતા આ પ્લાન્ટમાં અનેક દુર્લભ અને બેશકિંમતી ગુણો મળી આવે છે. તો બીજી તરફ ઝડપી લાઈફસ્ટાઈલમાં લોકોની વિવિધ બીમારીઓ લાગી રહે છે. આવામાં ક્યારેક લોકો બેહોશ પણ થઈ જતા હોય છે, ત્યારે બેહોશ વ્યક્તિને હોશમાં લાવવા માટે પણ તુલસીનો જ પ્લાન્ટ કામમાં આવી શકે તેમ છે.

આવી રીતે કામ આવશે તુલસીનો પ્લાન્ટ
તુલસીના રસના કેટલાક ટીપામાં મીઠું મિક્સ કરીને બેહોશ વ્યક્તિના નાકમાં નાખવાથી તે વ્યક્તિ તરત હોશમાં આવી જશે. આ માટે તુલસીનો રસ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર કે આયુર્વેદિક સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે. જો તમને પણ બેહોશ થવાની બીમારી હોય તો તમે હંમેશા પર્સમાં તુલસીના પાનનો રસ રાખવાનું શીખો.

તુલસીના રસના અન્ય ફાયદા

  •  વગર દૂધની ચા બનાવતા સમયે તેમાં તુલસીના કેટલાક પાન નાખવાથી શરદી, ખાંસી તેમજ માંસપેશીઓના દર્દમાં રાહત મળશે.
  •  10 ગ્રામ તુલસીના રસને 5 ગ્રામ મધ સાથે લેવાથી એડકી તેમજ અસ્થમાના રોગ સારા થઈ જાય છે.
  •  તુલસીના કાઢામાં થોડું સેંધા મીઠું તેમજ પીસેલી સૂંઠ નાખીને લેવાથી કબજિયાતની સમસ્યા સોલ્વ થઈ જાય છે.
  •  બપોરે ભોજન બાદ તુલસીના પાન ચાવવાથી પાચન શક્તિ મજબૂત થશે.
  •  દૂષિત પાણીમાં તુલસીના કેટલાક તાજા પાન નાખવાથી પાણીનું શુદ્ધીકરણ કરી શકાય છે.