Power bank Beep is bomb rumor in Supreme Court, Security do good job
  • Home
  • Featured
  • સુપ્રીમ કોર્ટમાં ‘બોમ્બ-બોમ્બ’ સાંભળી મચી ગયો હોબાળો, બેગ ખોલીને જોયું તો બધા ચોંકી ગયા

સુપ્રીમ કોર્ટમાં ‘બોમ્બ-બોમ્બ’ સાંભળી મચી ગયો હોબાળો, બેગ ખોલીને જોયું તો બધા ચોંકી ગયા

 | 6:32 pm IST

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક લાવારીસ બેગમાંથી બીપનો અવાજ સંભળાતા બોમ્બ હોવાની ખબર ફેલાતા ત્યાં ચકચાર જવા પામી હતી. બીપનો અવાજ બોમ્બ હોવાનું માની કોર્ટમાં થોડી વાર માટે જબરદસ્ત ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. બોમ્બ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે સુરક્ષાકર્મી ત્વરિત ધોરણે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક લાવારીસ બેંગમાંથી બીપનો આવાજ સંભળ્યો હતો. જેથી તે બોમ્બ હશે એવી માહિતી મળી તો સુરક્ષા અધિકારી ત્વરિત ધોરણે હરકતમાં આવ્યા અને કોર્ટ 4ની બહારના વિસ્તારને કવર કર્યો. અધિકારીએ જણાવ્યું કે આ બેગને એક અવાવરું જગ્યાએ ખાલી કરવામાં આવી. બેગને ખોલી તો બીપનો આવાજ પાવર બેંકમાંથી આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે,‘અમે પાવર બેંક સહિત લાવરીસ બેંકને નિયંત્રણ કક્ષમાં જમા કરવી છે.’ જો કે, આ ઘટનાથી કોર્ટની કાર્યવાહીમાં કોઈ અવરોધ ઉત્પન્ન થયો નહોતો.

બોમ્બની માહિતી મળતા જ કોર્ટમાં થોડીવાર માટે લોકોમાં ચકચારી જવા પામી હતી. પરંતુ સુરક્ષાકર્મીઓની સૂઝબૂઝથી આ વાત વધુ ફેલાઈ નહીં અને કામકાજ સામાન્ય રહ્યું. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કેટલાક મોટા કેસની સુનાવણી હતી. જેમાં નિર્ભયા કેસ, ટેકિકોમના 1.47 લાખ કરોડ રૂપિયાના મામલા જેવા પ્રમુખ કેસ સામેલ રહ્યા.

આ વીડિયો પણ જુઓ: CM, Dy.CM, ગૃહ રાજ્યપ્રધાનની વચ્ચે બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન