Exit Poll: Power Might Change In State After Central Government
  • Home
  • Election 2019
  • Exit Poll: શું કેન્દ્રમાં સત્તા બદલાતા જ આ રાજ્યોમાં પણ બદલાશે સત્તા?

Exit Poll: શું કેન્દ્રમાં સત્તા બદલાતા જ આ રાજ્યોમાં પણ બદલાશે સત્તા?

 | 9:39 pm IST

કેન્દ્રની ખુરશી પર કોણ બેસશે તે 4 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. 19 મેનાં રોજ સાતમાં તબક્કાનાં મતદાન બાદ ઉમેદવારોની કિસ્મત ઈવીએમમાં કેદ થઈ ગઈ છે. આજતક અને એક્સિસ માઈ ઇન્ડિયાનો એક્ઝિટ પૉલ જાહેર થઈ ગયો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીનાં પરિણામ ચાહે ગમે તે આવે, પરંતુ અનેક રાજ્યોમાં લોકસભા ચૂંટણીની અસર પડશે. હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારંખડ, દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

2014માં જ્યારે ભારે બહુમતથી નરેન્દ્ર મોદીની સરકાર બની હતી તો તેની અસર ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર પડી હતી. હરિયાણામાં 10 વર્ષનાં કૉંગ્રેસ શાસન બાદ ભાજપાની સરકાર બની હતી. મહારાષ્ટ્રમાં બીજેપી 122 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. ત્યારબાદ તેણે શિવસેના સાથે સરકાર બનાવી. ઝારખંડમાં બીજેપીને 48 સીટો મળી હતી, જે ગત ચૂંટણી કરતા વધારે હતી. તો જમ્મૂ-કાશ્મીરમાં આઝાદી બાદ પહેલીવાર બીજેપી 25 સીટ જીતીને સૌથી મોટી પાર્ટીની રીતે સામે આવી હતી. જો કે લોકસભા ચૂંટણીમાં બીજેપીને 7 સીટો આપનારી દિલ્હીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ફક્ત 3 ઉમેદવારોને જ જીતાડ્યા. 70માંથી 67 સીટ આમ આદમી પાર્ટીને મળી હતી.

જો મોદી સરકાર ફરીવાર સત્તામાં આવે છે તો તેને રાજ્યોમાં ફાયદા અને નુકસાન બંને મળી શકે છે. ડિસેમ્બરમાં આવેલા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપનાં હાથમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચાલી ગયા હતા. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એક દશકથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના મજબૂત સહયોગી છે. લોકસભા ચૂંટણીમાં પણ બંને સાથે લડી રહ્યા છે. જમીની સ્તર પર બંને પાર્ટીઓ મજબૂત છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનીય મુદ્દાઓ હાવી હોય છે. આવામાં પડકાર ઓછા નહીં હોય.

તો દિલ્હીની ખુરશી મેળવવા માટે બીજેપી 2 દશકથી તરસી રહી છે. આવામાં કેજરીવાલ સરકારની વિરુદ્ધ એન્ટી ઇંકમ્બેંસી ફેક્ટરનો ફાયદો કૉંગ્રેસ અને બીજેપી બંને ઉઠાવવા ઇચ્છશ. કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધન બન્યું અને તુટી ગયું. અત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ઘાટીમાં હિંસા અપ્રત્યક્ષ રીતે વધી છે. બુરહાન વાનીનાં મર્યા બાદ હિંસાને કાબુ કરવામાં 100 લોકોનાં મોત થયા હતા. આવામાં કાશ્મીરમાં બીજેપીને મુશ્કેલી થઈ શકે છે.

જો કેન્દ્રમાં સત્તા બદલાય છે અને બીજેપીએ વિપક્ષમાં બેસવું પડે છે તો તેની અસર આવનારી વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. જો ગઠબંધનની સરકાર બની તો રાજ્યોનાં શ્વાસ વધી જશે. આ રાજ્યોએ પોતાની નીતિઓ નક્કી કરવામાં મદદ મળશે. જો આ વાત સમજાવવામાં ક્ષેત્રીય પાર્ટીનાં નેતા જનતાને સમજાવવામાં સફળ રહે છે તો ચોક્કસ વિધાનસભા ચૂંટણીમાં પરિણામ ચોંકાવનારા આવી શકે છે. આ ઉપરાંત રાજ્યોમાં સરકાર બનાવવા માટે બિનભાજપાઈ પાર્ટીઓ એકજુથ થઇને કર્ણાટક ફૉર્મ્યુલા પર ચાલી શકે છે.

વર્ષ 2014માં આજતકનાં સર્વેમાં એનડીએન બહુમત મળવાની વાત કહેવામાં આવી હતી. આજતક સર્વેમાં એનડીએ 261-281, યુપીએ 110-120 અને અન્યોને 150-162 સીટો મળવાની સંભાવના દર્શાવાઈ હતી. પરિણામો પણ તેના આસપાસ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન