આ રીતે કરેલી પ્રાર્થના જ દેખાડે છે અસર, જો તમારી રીત પણ હોય ખોટી તો સુધારી લો આજે જ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ રીતે કરેલી પ્રાર્થના જ દેખાડે છે અસર, જો તમારી રીત પણ હોય ખોટી તો સુધારી લો આજે જ

આ રીતે કરેલી પ્રાર્થના જ દેખાડે છે અસર, જો તમારી રીત પણ હોય ખોટી તો સુધારી લો આજે જ

 | 2:30 pm IST

ભારતમાં અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિઓના લોકો રહે છે. દરેક ધર્મમાં ભગવાનનું સ્વરૂપ અલગ અલગ હોય છે. ભગવાનના અસ્તિત અને સ્વરૂપ પણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. કોઈ ભગવાનને મંદિરમાં પધરાવેલી મૂર્તિ સ્વરૂપે પૂજે છે તો કોઈ માટે ભગવાન એક બ્રહ્માંડની અનંત શક્તિ. લોકો ભગવાનને ભલે અલગ અલગ સ્વરૂપે પૂજતાં હોય પરંતુ એક સમાન વાત હોય છે જે બધાને એકબીજાથી જોડે છે અને તે છે પ્રાર્થના. પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ પ્રાર્થના કરે જ છે. હિંદુ ધર્મમાં મંદિરમાં પૂજા થતી હોય છે તો મુસ્લીમ બિરાદરો નમાઝ અદા કરે છે. આ રીતે દરેક ધર્મમાં અલગ રીતે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરે છે. જેથી તેમના પર પ્રભુકૃપા થતી રહે.

ઈશ્વરની ભક્તિ અને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો પ્રાર્થના છે. જોકે કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમની પ્રાર્થના ક્યારેય ફળતી નથી. પ્રભુકૃપા પ્રાપ્ત કરવા માટે કરેલી પ્રાર્થના જ્યારે ફળે નહીં અને સમસ્યાઓ ઓછી ન થાય ત્યારે વ્યક્તિનો ભગવાન પરથી વિશ્વાસ ઘટી જાય છે. પરંતુ તમે ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે આમ થવાનું મુખ્ય કારણ શું હોય છે? કયા એવા કારણ છે જેના કારણે ઈશ્વર પ્રાર્થના સ્વીકારતાં નથી અને મનોકામના પૂર્ણ થતી નથી.

પ્રાર્થના સ્વીકાર થવી અને મનની ઈચ્છા પૂરી થવી કે ન થવી તેનો આધાર પ્રાર્થનાના સ્વરૂપ પર રહેલો છે. જો તમારી ઈચ્છા એવી હોય કે તમારી દરેક પ્રાર્થનાનું ફળ તમારી ઈચ્છા અનુસાર આવે તો તમારે અહીં દર્શાવેલી બાબતો પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. તો ચાલો જાણી લો પ્રાર્થના પાછળના રહસ્યમયી સત્યને.

એ વાત સનાતન સત્ય છે કે વ્યક્તિ પર જ્યારે દુ:ખના વાદળ ઘેરાય છે ત્યારે જ તે ભગવાનના શરણે જાય છે. જીવનમાં કપરો સમય શરૂ થાય એટલે વ્યક્તિ ભગવાનને શરણે નકમસ્તક તો થાય છે પરંતુ એ સમયે વ્યક્તિ ભગવાન સમક્ષ પોતાના જીવનમાં આવેલી સમસ્યાઓને લઈને ફરિયાદો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ખરેખર તો જેમ દુ:ખના સમયમાં ભગવાનની આજીજી કરવામાં આવે છે તેવી જ રીતે સુખના સમયે ભગવાનનો આભાર માનવો પણ જરૂરી હોય છે.

ભગવાન તમારી પ્રાર્થના સ્વીકારે તેવી ઈચ્છા હોય તો હવે જ્યારે પણ પ્રાર્થના કરો ત્યારે ભગવાન સમક્ષ બેસી જીવનમાં બનેલી સારી ઘટનાઓને યાદ કરી તેમના માટે ભગવાનનો આભાર માની અને તેમની પૂજા કરવી. આ ભાવથી પૂજા કરશો તો મનની ઈચ્છા ભગવાન અચૂક પૂર્ણ કરશે. ઈશ્વર સર્વવ્યાપી છે તેથી તેને મનની ઈચ્છા જણાવવી પણ નહીં પડે. નિર્વાસ્થ ભાવથી અને જીવનના સુખ બદલ આભાર માની પ્રાર્થના કરશો તો માંગ્યા વિના જ બધુ મળવા લાગશે.

ભગવાનને આપેલા સુખના દિવસોના સ્મરણ સાથે પ્રાર્થના કરવાની સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે તમારી મનની ઈચ્છા કોઈનું અહિત કરવાની ન હોય કે ન તો એ ઈચ્છામાં અન્યને નુકસાન પહોંચાડી પોતાને ફાયદો થવાની વાત ન હોય. આમ કરશો તમને લાભ થવાને બદલે નુકસાન થશે. ભગવાન દરેક નિસ્વાર્થ વ્યક્તિની પ્રાર્થનાનો સ્વીકાર કરે જ છે. બસ વ્યક્તિએ પોતાના મનને નિસ્વાર્થ રાખવું જોઈએ.