Prabhas breaks the internet with first ever Instagram post
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાહુબલી એક્ટર પ્રભાસે પોસ્ટ કરી ઇંસ્ટાગ્રામ પર પહેલી તસવીર, 2 દિવસમાં 9 લાખ ફોલોઅર્સ

બાહુબલી એક્ટર પ્રભાસે પોસ્ટ કરી ઇંસ્ટાગ્રામ પર પહેલી તસવીર, 2 દિવસમાં 9 લાખ ફોલોઅર્સ

 | 4:07 pm IST

બાહુબલી એક્ટર પ્રભાસે બે દિવસ પહેલા 16 એપ્રિલે ઇંસ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યુ અને ફક્ત એક પોસ્ટ કરી જેમાં તેના ફેન ફોલોઈંગ 9 લાખે પહોંચી ચુક્યા છે. પ્રભાસ હાલ પોતાની આગામી ફિલ્મ ‘સાહો’ની તડામાર તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે ઇંસ્ટાગ્રામ પર પણ એન્ટ્રી કરી છે.

ઇંસ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા બે દિવસમાં 8 લાખ 59 હજારે પહોંચી ચુકી છે અને ખુબજ ઝડપથી આ સંખ્યા વધી રહી છે. જો કે તમને એ પણ જણાવી દઈએ કે હાલ તેનું આ એકાઉન્ટ વેરિફાઈડ નથી. પ્રભાસે પોતાની આ તસવીર શેરિંગ વેબસાઈટ પર 16 કલાક પહેલાં પોસ્ટ કરી છે. જેને અત્યાર સુધીમાં 2 લાખ 75 હજારથી વધારે વાર લોકો લાઈક કરી ચુક્યા છે. પ્રભાસે પોતાની પહેલી તસવીર ‘બાહુબલી’વાળા પાત્રથી શેર કરી છે, જેમાં તે તલવાર પકડી ઉભો છે.

આપને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલાં એક પ્રેસ રિલીઝ જારી કરી કહેવામાં આવ્યુ હતુ કે પ્રભાસ ફાઈનલી ઈંસ્ટાગ્રામ પર આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે ઈંસ્ટાગ્રામમાં તે ખુબજ ભવ્ય રીતે એન્ટ્રી કરશે. પણ ખુબજ સાદી અને સરળ રીતે પ્રભાસે ઈંસ્ટાગ્રામ પર એન્ટ્રી કરી છે.

પ્રભાસે એન્ટ્રી બાદ ન તો ડિસ્પ્લે તસવીર રાખી છે કે ન કોઈ પોસ્ટ કર્યુ છે. આમ છતાં પ્રભાસની લોકપ્રિયતા કેટલી હશે કે જોત જાતામાં તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી છે. પ્રભાસના આ એકાઉન્ટનું નામ @actorprabhas છે.
પ્રભાસ હાલ સુઝીત નિર્દેશિત ફિલ્મ ‘સાહો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સામે શ્રદ્ધા કપુર છે. આ ફિલ્મ બીજા પણ બોલીવુડ સ્ટાર છે, જેમાં નીલ નીતિન મુકેશ અને એવલિન શર્માનો સમાવેશ થાય છે. આ ફિલ્મના સ્ટંટ દુબઈમાં શુટ કરવામાં આવ્યા છે, આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન