Says Shraddha Kapoor Prabhas is a Superstar but Has Amazing Heart
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બાહુબલી’ સાથે બે વર્ષ કામ કરીને મોહાય ગઈ શ્રધ્ધા, કહ્યું ‘હું પ્રભાસ પર ફિદા થઈ ગઈ’

‘બાહુબલી’ સાથે બે વર્ષ કામ કરીને મોહાય ગઈ શ્રધ્ધા, કહ્યું ‘હું પ્રભાસ પર ફિદા થઈ ગઈ’

 | 2:57 pm IST

શ્રદ્ધા કપૂર અને પ્રભાસ હાલમાં જ સાહોમાં સાથે જોવા મળવાનાં છે. ત્યારે હૈદરાબાદમાં થયેલા તેના અનુભવ શેર કરતાં શ્રધ્ધાએ વાત કરી કે, હું મારા એ અનુભવને શબ્દોમાં નથી કહી શકતી, ફિલ્મની આખી ટીમે મને એક પરિવારના સભ્યની જેમ અપનાવી છે. અમે આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષમાં પૂરું કર્યું. આ બે વર્ષમાં મારું બીજું ઘર હૈદરાબાદ બની ગયું હતું. હું રોજ સેટ પર જવાની રાહ જોતી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર ફિલ્મ સાહોથી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે આ ફિલ્મમાં પ્રભાસ સાથે જોવા મળશે, તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. તેમાં શ્રદ્ધાએ તેલુગુ સ્ટાર પ્રભાસના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, પ્રભાસ બહુ મોટો સુપરસ્ટાર છે, પરંતુ તેનું દિલ એટલું જ સાફ છે. હું અને મારી આખી ટીમ તેના પર ફિદા થઈ ગયા હતા. અમે બહુ મજા કરી.

આગળ વાત કરતાં બોલી કે, સેટ પર મને જે પ્રેમ મળતો હતો તેના કારણે વારંવાર જવાની ઈચ્છા થતી હતી. મને ત્યાં ઘર જેવી ફિલિંગ આવતી હતી. શ્રદ્ધાની બેક ટૂ બેક બે ફિલ્મો રિલીઝ થવાની તૈયારી છે. તેની ફિલ્મ સાહો 30 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે, તેના પછી સુશાંતસિંહ રાજપૂત સાથેની ફિલ્મ છિછોરે 6 ડિસેમ્બરે રિલીઝ થશે. તેને લઈ પણ શ્રદ્ધા ઘણી ખુશ છે.

શ્રદ્ધાએ કહ્યું કે, મારી બંને ફિલ્મો એકબીજાથી અલગ છે અને આ બંને ફિલ્મનો ભાગ બનવા માટે હું પોતાને લકી માનું છું. આ બે ફિલ્મો ઉપરાંત તે સ્ટ્રીટ ડાંસર 3ડીમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું થયું છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી 3ના મોત, 7 ઘાયલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન