'મરક્યૂરી' નું ટીઝર રિલીઝ, પ્રભુદેવાનો ખતરનાક લુક જોઈને તમે પણ ડરી જશો - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મરક્યૂરી’ નું ટીઝર રિલીઝ, પ્રભુદેવાનો ખતરનાક લુક જોઈને તમે પણ ડરી જશો

‘મરક્યૂરી’ નું ટીઝર રિલીઝ, પ્રભુદેવાનો ખતરનાક લુક જોઈને તમે પણ ડરી જશો

 | 4:58 pm IST

પ્રભુ દેવા ડાન્સર પછી હવે હિન્દી ફિલ્મોમાં પણ અભિનેતા અને ડિરેક્ટર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. એપ્રિલમાં પ્રભુ દેવાની આગામી ફિલ્મ રિલીઝ થવાની છે. તેનું નામ છે ‘મરક્યૂરી’. તેમાં તેમનો ખતરનાક લુક જોવા મળી રહ્યો છે. તેનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.

ટીઝરમાં પ્રભુ દેવાનો બિહામનો અંદાજ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું સાઉન્ડ સ્કોર પણ આ સીનને પરફેક્ટ બનાવે છે. તેનાં નિર્દેશક કાર્તિક સબ્બારાજ છે, જે ઓવોર્ડ વિનિંગ ફિલ્મ ‘જિગરથંડા’ માટે ઓળખાય છે.

પ્રભુ દેવાની આ ફિલ્મ સાઈલેન્ટ થ્રિલર ફિલ્મ છે. તે પહેલા ‘એક્શન જેક્સન’, ‘સિંગ ઈઝ બ્લિંગ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે ‘દબંગ 3’ નુ ડિરેક્શન પ્રભુ દેવા કરશે.

તમને જણાવી દઈએ કે અભિનેતા-ફિલ્મ નિર્માતા પ્રભુદેવાએ એક ગીત માટે અમિતાભ બચ્ચનને કોરિયોગ્રાફ કર્યા હતા. આ વિશે અમિતાભ બચ્ચનએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 75 વર્ષની ઉંમરમાં ડાન્સ કરવો બહુ મુશ્કેલ છે. જો કે અત્યારે તેના વિશે વધુ જાણકારી તેમણે નથી આપી.