પીએચડી માટે પ્રતિભાવાનોને માસિક ૭૦,૦૦૦ની સ્કોલરશિપ અપાશે - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પીએચડી માટે પ્રતિભાવાનોને માસિક ૭૦,૦૦૦ની સ્કોલરશિપ અપાશે

પીએચડી માટે પ્રતિભાવાનોને માસિક ૭૦,૦૦૦ની સ્કોલરશિપ અપાશે

 | 3:33 am IST

નવી દિલ્હી, તા. ૯

ભારતના અત્યંત પ્રતિભાવાન વિદ્યાર્થીઓ માટે તમામ સ્કોલરશિપનો બાપ કહેવડાવે તેવી એક શિષ્યવૃત્તિ યોજના મોદી સરકાર શરૂ કરી રહી છે. ભારતના પ્રતિભાવાન વિદ્યાર્થીને રિસર્ચ સ્કોલરશિપ લઈ વિદેશોમાં સ્થાયી થતા અટકાવવા કેન્દ્રીય પ્રધાનમંડળે ગુરુવારે આઈઆઈટી, આઈઆઈએસઈઆર અને એનઆઈટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પીએમ રિસર્ચ ફેલોશિપ આપવાને મંજૂરી આપી હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં આટલી મોટી સ્કોલરશિપ ક્યારેય અપાઈ નથી.

પીએમ રિસર્ચ ફેલોશિપમાં પસંદગીના સ્કોલરોને માસિક રૂપિયા ૭૦થી ૮૦ હજારની સ્કોલરશિપ અને રૂપિયા બે લાખની રિસર્ચ ગ્રાન્ટ અપાશે. આ માટે આગામી ૩ વર્ષમાં સ્કોલરોને સ્કોલરશિપ આપવા માટે કેન્દ્ર દ્વારા રૂપિયા ૧,૬૫૦ કરોડનું ભંડોળ ફાળવાયું છે.  રિસર્ચ ફેલોશિપ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીને પ્રથમ બે વર્ષ માટે માસિક રૂપિયા ૭૦,૦૦૦, ત્રીજા વર્ષ માટે રૂપિયા ૭૫,૦૦૦ માસિક અને ચોથા તથા પાંચમા વર્ષ માટે માસિક રૂપિયા ૮૦,૦૦૦ની શિષ્યવૃત્તિ અપાશે, તે ઉપરાંત રિસર્ચ ફેલોને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સેમિનારોમાં પોતાનાં રિસર્ચ પેપર રજૂ કરવા જવા માટેના વિદેશપ્રવાસના ખર્ચ માટે પાંચ વર્ષ માટે દર વર્ષે રૂપિયા બે લાખની રિસર્ચ ગ્રાન્ટ અપાશે.

ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજમાં ૮.૫ ગુણ મેળવનાર આ સ્કોલરશિપને પાત્ર બની શકે

આ સ્કોલરશિપ મેળવવા માટે ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજમાં ૮.૫ ગુણ મેળવનાર અરજી કરી શકશે. ૨૦૧૮-૧૯નાં શૈક્ષણિક સત્રથી જ આ યોજનાનો પ્રારંભ કરાશે. આઈઆઈએસસી, આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસઈઆર અને આઈઆઈઆઈટી સંસ્થાનો ખાતે બીટેકમાં ફાઇલન યર અથવા સાયન્સ અને ટેક્નોલોજીમાં એમએસસી પૂરું કરનાર વિદ્યાર્થીઓને આઈઆઈટી અને આઈઆઈએસસીના પીએચડી અભ્યાસક્રમોમાં એડમિશનની ઓફર અપાશે.

મોદી સરકારની મહા સ્કોલરશિપ

પ્રથમ વર્ષે  રૂપિયા ૭૦,૦૦૦ માસિક

બીજા વર્ષે  રૂપિયા ૭૦,૦૦૦ માસિક

ત્રીજા વર્ષે  રૂપિયા ૭૫,૦૦૦ માસિક

ચોથા વર્ષે  રૂપિયા ૭૫,૦૦૦ માસિક

પાંચમા વર્ષે  રૂપિયા ૮૦,૦૦૦ માસિક

;